સોનમ કપૂર હંમેશા પોતાના ફેશન સેન્સથી લોકોનું ધ્યાન આકર્ષિત કરતી રહી છે.તેને બોલીવુડની ફેશનિસ્ટા પણ કહેવામાં આવે છે અને તેણે ઘણી વાર તે તેના ડ્રેસિંગને લઈને ટ્રોલ પણ કર્યો છે. હવે સોનમે ફરી એકવાર પોતાની સ્ટાઈલથી લોકોને ચોકાવી દીધા છે. અભિનેત્રીએ ધોતી-કુર્તામાં પોતાનું નવો ફોટોશુટ કરાવ્યો જેને જોઈને પાપા અનીલ કપૂરે પણ રીએક્શન આપ્યું.
સોનમે કુણાલ રાવલની વિઝન ક્વેસ્ટ પ્રેઝન્ટેશન માટે આ નવો લુક આપ્યો છે. સોનમે ફોટો શેર કર્યા અને લખ્યું ‘બોમ્બે સે પ્યાર કે લિયે’
સોનમ નો આ ડિફરન્ટ લુક સેલેબ્સ સહીત ચાહકો માટે એકદમ નવો છે. સોનમ ના પિતા અનીલ કપૂરે પણ રીએક્ટ કર્યું અને લખ્યું ‘શાનદાર ફોટો, સોનમ’. અર્પિતા મહેતા, સૈયામી ખેર, પત્રલેખા, સિધાંત કપૂર, તારા શર્માએ પણ હાર્ટ અને ફાયર ઈમોજીની સાથે સોનમ કપૂરની પ્રશંસા કરી છે.
સોનમ ના આ લુકને જોઇને તેના ફેન્સ પણ ખુશ છે. કેટલાકે તેને સ્ટનર કહ્યું અને તેને ફેશન આઇકોન પણ કહેતા. ભારતીય પુરુષ ટ્રેડીશનલ લુકને અલગ સ્ટાઈલ આપીને સોનમ ને તેને એકદમ ફ્રેશ ટચ આપ્યો છે.
તસ્વીરમાં સોનમ ગોલ્ડન શેડ નું કુર્તા, કોટ અને ધોતી પહેરેલી જોવા મળી છે. આ સાથે, સોનમે ગોલ્ડન અને મોતીના દાગીના પહેર્યા છે. અને આ સાથે તેનો મેકઅપ પણ તેના આઉટફીટને પુરક બનાવી રહ્યો છે.
સોનમની ફેશન હમેશા ચર્ચામાં રહી છે. ઘણી વખત તેને ટ્રોલ પણ કરી છે, પરંતુ અભિનેત્રી ક્યારેય તેના ગ્લેમરને બતાવવામાં પાછળ નથી હટી. સોનમનું પોતાનું ફેશન લેબલ Rheson પણ છે જે તેની બહેન રિયા કપૂર સાથે ચલાવે છે.
સોનમ ગયા મહીને જુલાઈમાં ઇન્ડિયા પરત આવી હતી. એરપોર્ટ પર અનીલ પોતાની બેટીને લેવા ગયા હતા. આ દરમિયાન, જયારે સોનમ તેના પાપા ને મળી ત્યારે તેની તસ્વીરો ની ખુબ ચર્ચા કરી હતી. વાસ્તવમાં, સોનમની તસ્વીરો જોઇને લોકોએ તેની પ્રેગનેન્સી વિશે અટકળો લગાવવાનું ચાલુ કર્યું.
હમણાં જ થોડા સમય પહેલા સોનમની બહેન રિયા કપૂરના લગ્ન હતા જેમાં તેના પતિ આનંદ આહુજાએ પણ હાજરી આપી હતી. લગ્ન સમારંભ પછી, રિયાના લગ્નના રિસેપ્શનમાં સોનમની પ્રેગનેન્સી ને લઈને તેની ખબર ફરી એકવાર ચાલી હતી.
જોકે, સોનમ અને તેના પરિવારના કોઈ સભ્યએ આ તરફ ધ્યાન આપ્યું ન હતું. અને હવે સોનમની નવી તસ્વીર તેની પ્રેગનેન્સીના ખબરોને ઘણી હદ સુધી ખોટી ઠેરવતી હોય તેવું લાગે છે.
સોનમ આ દિવસોમાં ભારતમાં જ છે અને તેનો પતિ આનંદ પાચં લંડન ગયો છે.પતિથી દુર રહીને સોનમ આનંદ ને મિસ કરી રહી છે. તેને પેલાનો ફોટો શેર કર્યો અને લખ્યું ‘હું તને ખુબ વધારે મિસ કરું છું અને તમને જોવાની રાહ નથી જોઈ શક્તિ.