સુરતમાં સચિન વિસ્તારમાં ધોરણ 9માં અભ્યાસ કરતાં યુવકે ફાંસો મારીને કરયો આપઘાત; ITIમાં અભ્યાસ કરતો મોટા ભાઈએ દરવાજો તોડી ને જોતા નાના ભાઈની લાશ મળી આવી…

સુરતમાં સચિન વિસ્તારમાં ધોરણ-9નો વિદ્યાર્થી ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવારમાં દુઃખનો માહોલ છે. ઉતકર્ષે બધા સાથે બપોરનું ભોજન કર્યા બાદ બધા પોત પોતાના કામ પર લાગ્યા બાદ આ પગલું ભર્યું હતું.

ITIમાં અભ્યાસ કરતો ભાઈ ઘરે આવ્યો પરંતુ ઉતકર્ષે દરવાજો ન ખોલ્યો . જેથી પાછળની બાલ્કનીમાંથી ઘરમાં પ્રવેશ કરતા જ નાનો ભાઈ બારી સાથે ચાદર બાંધી ફાંસો ખાધેલી હાલતમા હતો.

મૃતકના સંબંધીએ જણાવ્યું હતું કે, પિતા ઘનશ્યામભાઇ પાઠક સિક્યુરિટી સુપર વાઇઝર તરીકે નોકરી કરે છે. બે પુત્રોમાં મોટો દીકરો ITIમાં અભ્યાસ કરી રહ્યો છે. જ્યારે નાનો દીકરો ઉતકર્ષ ધોરણ-9માં અભ્યાસ કરે છે. પરિવાર દીકરાના આપઘાતના દુઃખમાં છે.

મોટા ભાઈએ જણાવ્યું હતું કે હું મંગળવારની સાંજે ઉતકર્ષ ઘરમાં જ હતો પણ દરવાજો ખોલી રહ્યો ન હતો. આખરે હું પાછળની બાલ્કનીમાંથી ઘરમાં પ્રવેશ કરતા ઉતકર્ષ બારી સાથે ચાદર પર ફાંસો ખાધેલ હતો.

આ જોઈ હું ગભરાઈ ગયો હતો. તેથી બૂમાબૂમ કરી બોલાવી નોકરી પર ગયેલા માતા-પિતાને બોલાવી લીધા હતા. પરંતુ આપઘાત કરવાનું કારણ નથી જાણવા મળ્યું.

Leave a Comment