શિક્ષણ મંત્રી વાઘાણીની વિધાનસભા માં જાહેરાત, ધોરણ 1 અને 2માં અંગ્રેજી વિષય દાખલ કરાશે…

ગુજરાત વિધાનસભામાં શિક્ષણ વિભાગની વર્ષ ૨૦૨૨-૨૩ની માંગણીઓ પરની ચર્ચા માટે શિક્ષણમંત્રી અંદાજપત્રીય પ્રવચન આપ્યું હતું. તેમણે આ સમયે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ધોરણ 1 અને 2માં અંગ્રેજી વિષય દાખલ કરાશે. જેનો આગામી શૈક્ષણિક વર્ષથી અમલ કરવામાં આવશે. જ્યારે ધો.6થી ગણિત-વિજ્ઞાનનાં પાઠ્ય પુસ્તકનો અમલ કરવા વિચારણા કરવામાં આવી છે.

રાજ્યની શાળાઓના જન્મ દિવસની ઉજવણી કરાશે-  જીતુ વાધાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી તાજેતરમાં ગુજરાતના પ્રવાસે હતા, ત્યારે રાજ્યની શાળાઓના જન્મ દિવસની ઉજવણી કરવાનું સુચન કરાયું હતું. જેની અમલવારી કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે, તથા શિક્ષણ વિભાગને સૂચના આપવામાં આવી છે.ત્યારે આગામી સમયમાં રાજ્યની શાળાઓના જન્મ દિવસની ઉજવણી કરાશે. તો બીજી તરફ જીતુભાઈ વાઘાણી એ હીજાબ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું જણાવ્યું હતું કે, હિજાબ ને લઈ કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા સુચન આપવામાં આવ્યા છે. તે મુજબ રાજ્યમાં કાયદો, વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પણ શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો હોવાની કબૂલાત શિક્ષણ મંત્રી એ કરી છે.

કેશુભાઈથી શરૂ થયેલી ભુપેન્દ્ર ભાઈ સુધીની સરકારમાં શિક્ષણને વેગ મળ્યો-  શિક્ષણ મંત્રી જીતુ વઘાણી એ જણાવ્યું હતું કે, કેશુભાઈથી શરૂ થયેલી ભુપેન્દ્ર ભાઈ સુધીની સરકારમાં શિક્ષણને વેગ મળ્યો છે. પહેલા વિપક્ષે પણ કર્યું હશે. જેને તાયફા કહેવાતા હતા, જેમાં હવે વાલીઓ દીકરીને સ્કૂલે મોકલે છે. વોટબેંકની રાજનીતિ નથી. નરેન્દ્ર મોદીએ દીકરીઓને ભણાવવાની ભીખ પણ માંગી હતી.અહીંયા પણ હાથ ઊંચા કારાવીએ તો ખબર પડે કે કેટલા 8 ધોરણ સુધી ભણ્યા છે. શિક્ષકો અને ઓરડાની ઘટની વિપક્ષે વાત રજૂ કરી છે.

ભૂતકાળમાં જે પ્રમાણે સ્થિતિ હશે તેવું તે સરકારે કર્યું હશે-  ભૂતકાળમાં જેવી સ્થિતિ હશે તેવું તે સરકારે કર્યું હશે.શાળાઓ એક શિક્ષકથી ચાલે છે એવી વાતો થઈ. 754 શાળા એક શિક્ષકની કેહવાઈ છે, આવી શાળાઓમાં નજીકની શાળામાંથી શિક્ષકની વ્યવસ્થા કરાઈ છે. જે શાળા માં 7,9,15,18 વિદ્યાર્થીઓ હોય ત્યાં શિક્ષકો અપાય? 583 શાળામાં નજીકની શાળામાંથી શિક્ષક જાય છે. 171 પ્રાથમિક શાળામાં 20 થી પણ ઓછા વિદ્યાર્થીઓ છે. શિક્ષણ મંત્રીએ 1993-1994 ના શિક્ષકો, શાળાની ઘટના આંકડા રજૂ કર્યા હતા.

શિક્ષકોને બિન શૈક્ષણિક કામ આપવાનું બંધ કરવું –  વિધાનસભા ગૃહમાં શિક્ષણ વિભાગની માંગણી પરની ચર્ચા દરિમયાન કૉંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે જણાવ્યું હતું કે, શિક્ષકોને રાજકીય કાર્યક્રમોમાંથી મુક્તિ આપવી જોઈએ. સરકારી શાળાઓના મુદ્દે દિલ્હીના આપ મોડેલને ગુજરાત સરકારે અનુસરવું જોઈએ. ધારાસભ્યોના એક વર્ષના પગાર જમા લઈ લો પણ શાળાઓ અને શિક્ષણમાં સુધારો કરો. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વિધાનસભામાં જણાવ્યું હતું કે, શિક્ષણના મામલે ભાજપ અને કોંગ્રેસ ભૂલીને ભવિષ્યની પેઢીની ચર્ચા કરવી જોઈએ. શિક્ષકોને બિન શૈક્ષણિક કામ આપવાનું બંધ કરીને, શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ પણ સરકારની વાહ-વાહ કરનારને જ મળે છે.

કોંગ્રેસ તરફથી 25 ટકા ફી માફીનો મુદ્દો ઉઠાવાયો –  વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે 25 ટકા ફી માફીનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના જવાબમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના સભ્યો વારંવાર ભુપેન્દ્રસિંહને ટાર્ગેટ કરવા માંગે છે. પહેલાં જે કહ્યું હતું એ કરીએ જ છે. ભુપેન્દ્રસિંહએ કહ્યું ત્યારે પરિસ્થિતિ અલગ હતી. ભણ્યા છીએ, સ્કૂલે ગયા છીએ, એમ કહી તેમણે 25 ટકા ફી માફીનો મુદ્દો ઉડાવી દીધો હતો.

Leave a Comment