છેલ્લા એકાદ મહિના જેટલા સમયથી ગાંધીનગર અને રાજકોટમાં પોલીસ તોડ કાંડ મુદ્દે અવાજ ઉઠાવનાર ધારાસભ્ય ગોવિંદ પટેલ ની ચર્ચા થઈ રહી છે.
રાજકોટ પોલીસ તોડ્કાંડમાં રાજ્ય સભા સાંસદ સાથે જ અવાજ ઉઠાવનાર રાજ્ય સરકારના પૂર્વ મંત્રીએ પોલીસ સેવાના અધિકારીઓ તોડ કરતા હોવાના આક્ષેપ લગાવી ચર્ચામાં આવ્યા હતા.
પરંતુ આજે આજે એક એવો પરિવાર સામે આવ્યો છે, જેમણે આ ઘારાસભ્ય ગોવિંદ પટેલ પર પોતાની વગનો ઉપયોગ કરીને જમીન બિનખેતી કરાવી લીધી હોવાનું આરોપ મઢી દીધો છે, અને વિવાદિત જમીન પર બાંધકામ પ્રક્રિયા પણ શરુ કરાવમાં આવી છે.
અત્યાર સુધી પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પર ગંભીર સવાલો ઉઠાવીને, પોતાની પાર્ટીની જ સરકારને અવઢવમાં મુકી દેનારા રાજકોટના MLA ગોવિંદ પટેલ હવે ખુદ પ્રશ્નોના ઘેરા માં આવી ગયા છે.
તેમની ઉપર વિવાદીત જમીન કબ્જે કરી હોવાનો આક્ષેપ લાગાવમાં આવ્યો છે. ગોવિંદ પટેલ પર વિવાદીત જમીન પર પોતાની વગ વાપરી તેને બિન ખેતી કરાવી હોવાનો આક્ષેપ લાગાવાયો છે.
જેમા તેમણે તત્કાલિન જિલ્લા કલેક્ટર રાહુલ ગુપ્તાની મદદથી વિવાદીત જમીન એન.એ. કરાવી હોવાનો આરોપ છે.
આક્ષેપ મુજબ ભાઈ – બહેન વચ્ચે જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો. જેથી કોર્ટ મેટર હોવા છતાં આ જમીન બીન ખેતી કરી દેવામાં આવી છે.
હાલમાં તે વિવાદીત જમીન ઉપર બાંધકામની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં હોવાથી ફરિયાદીએ બાંધકામની કામગીરી બંધ કરાવવા અંગેની માંગ કરી છે. આ સમગ્ર મામલે ભાજપ નેતા ગોવિંદ પટેલે પોતાના પર લાગેલા આક્ષેપોને ફગાવ્યા છે.