સાઉથના સુપરસ્ટાર ધનુષ અને રજનીકાંતની દીકરી એશ્વર્યાના થયા ડિવોર્સ, ધનુષ એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ માંથી જણાવ્યું…

સુપરસ્ટાર રજનીકાંત ની દીકરી એશ્વર્યા અને ધનુષ 18 વર્ષ બાદ અલગ થઇ ગયા છે. એ બંને સોશિયલ મીડિયા પર પોસ્ટ જાહેર કરતા એ વિષે જણાવ્યું હતું.

ધનુષ અને ઐશ્વર્યાની સાઉથમાં પાવર કપલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ખબર મળ્યા પછી ફેન્સને જોરદાર ઝટકો લાગ્યો છે.

અમારા નિર્ણયનું સન્માન કરો – ધનુષે સોશિયલ મીડિયા પર પોસ્ટ જાહેર કરતાં જણાવ્યું હતું કે અમે 18 વર્ષ સુધી મિત્રતા, કપલ, શુભ ચિંતક બનીને ગ્રોથ, સમજણ, પાર્ટનરશિપની લાંબી સફર કરી છે. આજે અમે જગ્યાએ ઊભા છે ત્યાંથી અમારા બંનેના રસ્તા અલગ છે. મેં અને ઐશ્વર્યા એક કપલ તરીકે અલગ થવાનો નિર્ણય લીધો છે.

અમે બંને પોતાની સારી રીતે સમજવા માટે સમય આપવા ઇચ્છિએ છે. અમારા નિર્ણયનું સન્માન કરો અને અમારી પ્રાઇવેસીનું ધ્યાન રાખો.

ઐશ્વર્યાએ પણ આ વિશે જાહેર કરતા જણાવ્યું હતું કે કેપ્ટની કોઈ જરૂર નથી માત્ર તમારા પ્રેમ અને સાથની જરૂર છે.

ધનુષ અને ઐશ્વર્યાના લગ્ન 2004માં થયા હતા. યાત્રા અને લિંગા નામે બે બાળકો પણ છે. જેમનો જન્મ 2006 અને 2010 માં થયા હતા.

ધનુષ અને ઐશ્વર્યા સાથે કામ કર્યું છે એશ્વર્યા ‘ 3 ‘ નાની પતંગ પ્રથમ ફિલ્મની ડાયરેક્ટ હતી. જેમાં ધનુષેે કામ કર્યું હતું. એ ફિલ્મનું ‘ કોલાવેરી ડી’ ગીત ખૂબ જ પ્રસિદ્ધ થયું હતું. જે 2011 નું સૌથી હિટ સોન્ગ હતું.

ફક્ત ત્રણ મહિનામાં ફેન્સ માટે બીજો ઝટકો – 2 ઓક્ટોબરના રોજ સાઉથની પ્રસિદ્ધ જોડી સમંથા અને નાગા ચૈતન્ય પણ છુટા પડવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

6 ઓક્ટોબરના રોજ આ કપલના લગ્ન જીવનના ચાર વર્ષ પૂરા થવાના હતા. પરંતુ એ પહેલા જ બંને અલગ થઇ ગયા. હવે ત્રણ મહિનાની અંદર ધનુષ અને અલગ થવાના સમાચાર સાંભળીને ફેન્સને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે.

Leave a Comment