ધનતેરસનો તહેવાર આવવાનો છે અને લોકોએ આ દિવસ માટે ખરીદીની સંપૂર્ણ યાદી તૈયાર કરી હશે.ધનતેરસ પર સોના-ચાંદીની વસ્તુઓ, વાસણો, સાવરણી અને ધાણા ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ દિવસે કેટલીક વસ્તુઓ ખરીદવી એ અશુભતાનું પ્રતીક માનવામાં આવે છે. ચાલો જાણીએ કે 2 નવેમ્બર, મંગળવારના રોજ આવનાર ધનતેરસના દિવસે તમારે કઈ વસ્તુઓ ના ખરીદવી.
સ્ટીલની વસ્તુઓ – ઘણા લોકો ધનતેરસના દિવસે સ્ટીલના વાસણો ઘરે લાવે છે, પરંતુ તેને ના ખરીદવી જોઈએ. સ્ટીલ શુદ્ધ ધાતુ નથી. આની પર રાહુનો પ્રભાવ વધારે હોય છે. તમારે ફક્ત પ્રાકૃતિક ધાતુઓ જ ખરીદવી જોઈએ. માનવસર્જિત ધાતુમાંથી, ફક્ત પિત્તળ જ ખરીદી શકાય છે.
એલ્યુમિનિયમ નો સામાન – ધનતેરસ પર, કેટલાક લોકો એલ્યુમિનિયમના વાસણો અથવા વસ્તુઓ પણ ખરીદે છે. આ ધાતુ પર રાહુની અસર વધારે હોય છે. એલ્યુમિનિયમને દુર્ભાગ્યની નિશાની માનવામાં આવે છે. તહેવાર પર એલ્યુમિનિયમ ની કોઈ પણ નવી વસ્તુ ઘરમાં ના લાવવી જોઈએ.
લોખંડ ની વસ્તુ – જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, લોખંડને શનિદેવ ના કારક માનવામાં આવે છે. તેથી ધનતેરસ પર લોખંડની બનેલી વસ્તુઓ ખરીદવાની ભૂલ ન કરવી. આવું કરવાથી તહેવાર પર ધન કુબેરની કૃપા નથી મળતી.
તીક્ષ્ણ વસ્તુઓ – ધનતેરસ પર ધારદાર વસ્તુઓ ખરીદવાનું ટાળો. આ દિવસે,છરી, કાતર, પિન, સોય અથવા કોઈપણ તીક્ષ્ણ વસ્તુઓ ખરીદવાથી સખત રીતે દૂર રહેવું જોઈએ. ધનતેરસ પર આ વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવતી નથી.
પ્લાસ્ટિકનો સામાન – ધનતેરસ પર કેટલાક લોકો પ્લાસ્ટિકથી બનેલી વસ્તુઓ ઘરે લાવે છે. તેથી, ધનતેરસ પર કોઈપણ પ્રકારની પ્લાસ્ટિકની વસ્તુઓ ઘરે ન લાવો.
કાચ ના વાસણો – કેટલાક લોકો ધનતેરસ પર કાચના વાસણો અથવા અન્ય વસ્તુઓ ખરીદે છે. કાચનો સંબંધ રાહુ સાથે માનવામાં આવે છે. તેથી ધનતેરસના દિવસે તેને ખરીદવાનું ટાળવું જોઈએ. આ દિવસે કાચની વસ્તુઓનો પણ ઉપયોગ ન કરવો જોઈએ.
કાળા રંગની વસ્તુઓ – ધનતેરસના દિવસે કાળા રંગની વસ્તુઓ ઘરે લાવવાનું ટાળવું જોઈએ. ધનતેરસ એ ખૂબ જ શુભ દિવસ છે, જ્યારે કાળો રંગ હંમેશા દુર્ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. તેથી ધનતેરસ પર કાળા રંગની વસ્તુઓ ખરીદવાનું ટાળો.
ખાલી વાસણો ઘરે ન લાવો – જો તમે ધનતેરસના દિવસે કોઈપણ વાસણ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે તેને ઘરમાં ખાલી ન લાવો. ઘરમાં વાસણો લાવતા પહેલા તેમાં પાણી, ચોખા કે અન્ય કોઈ સામગ્રી ભરી દો.
ભેળસેળવાળી વસ્તુઓ – જો તમે ધનતેરસના દિવસે તેલ કે ઘી જેવી વસ્તુઓ ખરીદવા જઈ રહ્યા છો તો થોડી સાવધાની રાખો. આવી વસ્તુઓમાં ભેળસેળ હોય છે અને આ દિવસે અશુદ્ધ વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. ધનતેરસ પર અશુદ્ધ તેલ કે ઘીનો દીવો ન પ્રગટાવો.