ધૈર્યરાજસિંહ ને બચાવવા માટે લોકોએ અત્યાર સુધીમાં આટલા કરોડનું દાન ભેગું કરી દીધું છે 

ધૈર્યરાજસિંહ નું નામ તમે હમણાં ના દિવસો માં ખુબ સાંભળ્યું હશે, આજે અમે તમને તેના વિષે વિસ્તારમાં માહિતી આપવા જઈ રહ્યા છીએ. ધૈર્યરાજસિંહ નો જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરામાં ૩ મહિના પહેલા જ થયો છે, ધૈર્યરાજસિંહ ના પિતા રાજદીપસિંહ રાઠોડ મૂળ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનસર ગામના રહેવાસી છે. પુત્ર ના જન્મ ના ૩ મહિના બાદ પિતાને બાળકમાં શારીરિક ખામી હોવાની શંકા થઇ હતી, તેથી તે ધૈર્યરાજસિંહ ને પહેલા ગોધરા ખાતે સારવાર માટે બાળરોગના તબીબ પાસે  લઈ ગયા હતા.

ત્યાંથી ધૈર્યરાજસિંહ ને વધુ તપાસ માટે અમદાવાદની રોયલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાઈલ્ડ ન્યુરોસાયન્સ નામની તબીબી સંસ્થામાં મોકલવામાં આવ્યો હતો, ત્યાં આ બાળકની જરૂરી તપાસ કાર્ય બાદ જાણવા મળ્યું કે ૩ મહિનાના ધૈર્યરાજને SMS-1 નામની બીમારી છે. પરિવાર માં બાળકના આગમન થી દરેક લોકોમાં ખુશીઓનો પાર નથી રહેતો.

પરિવાર માં જન્મ લેતું બાળક દીકરી હોય કે દીકરો તેનો જન્મ થતા ની સાથે જ તેના ભવિષ્ય ની તૈયારીઓ કરવામાં બધા લાગી જતા હોય છે, પરંતુ ક્યારેક એવી પરિસ્થિતિ પણ આવે છે કે તે પરિવારને માટે સંકટ નો સમય સાબિત થાય છે,

બાળકના પિતાને બીમારી વિષે જાણીને જટકો ના લાગ્યો, કારણકે તેઓને તે બીમારી વિષે પુરતી માહિતી જ નહોતી. ત્યાર બાદ ડોકટરો દ્વારા જણાવવામાં આવ્યું કે આ બીમારી ના ઈલાજ માટે તેમને રૂ. 16 કરોડના ઈન્જેક્શનની જરૂર પડશે.

ડોકટરો દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે આ બીમારી ના ઈલાજ માટે હજુ તેમની પાસે 1 વર્ષ નો સમય છે,  ધૈર્યરાજ ના પિતાને આ સાંભળીને થોડી રાહત થઇ, પરંતુ તેમની પાસે આટલી મોટી રકમ ન હોવાના કારણે તેમને હિંમત હાર્યા વગર લોકો પાસેથી ફંડ એકત્રિત કરવાનું શરુ કરી દીધું.

લોકો ધૈર્યરાજ ની મદદ કરવા માટે ફાળો આપવા લાગ્યા. અત્યારે આ ફાળા માં ઘણા બધા પૈસા એકત્રિત થઇ ગયા છે, લોકો તેમની ખુબ મદદ કરી રહ્યા છે. ધૈર્યરાજ ને બચાવવા માટે અત્યારે ૮ કરોડ ઉપર નું ફંડ જમા થઇ ચુક્યું છે.

ધૈર્યરાજ ની મદદ કરવા માટે મોટા મોટા કલાકારો પણ સામે આવી રહ્યા છે. સોશિઅલ મીડિયા પરથી પણ તેમને ઘણો ફાળો મળી રહ્યો છે, માત્ર શહેરો માંથી જ નહિ પરંતુ ગામડા માંથી પણ લોકો ધૈર્યરાજ ની મદદ માટે ફાળો આપી રહ્યા છે. ઘણા લોકો રસ્તાઓ પર તથા લોકોના ઘરે જઈને પણ ફાળો એકત્રિત કરી રહ્યા છે.

Leave a Comment