દેશી ઘી ફક્ત સ્વાસ્થ્ય માટે જ નહિ, વાળ અને ત્વચામાં પણ બને છે ફાયદાકારક, જાણો એના આયુર્વેદિક ગુણો વિશે..

ગાય ને માતા નું સ્થાન આપવામાં આવ્યું છે. અને ગાય ની પૂજા કરવામાં આવે છે. આયુર્વેદિક અનુસાર ગાયનું ઘી સૌથી ઉત્તમ ઘી છે. ઘી માખણમાંથી બનાવવામાં આવે છે. તે માખણના શુદ્ધ રૂપ તરીકે ઓળખાય છે.દેશી ઘીનું સેવન અને ઉપયોગ આપણા મગજ અને શરીરને આંતરિક અને બાહ્ય બન્ને રીતે સશક્ત અને ચુસ્ત રાખે છે.ગાય ના મૂત્ર થી લઈને તેની છાણ, દૂધ, ઘી બધુજ ખુબજ પવિત્ર માનવામાં આવે છે.

સાથે સાથે તેમાં ઘણા બધા આયુર્વેદિક ગુણો પણ રહેલા છે. દેશી ઘી ખાવાથી ઘણા લોકો વિચારે છે કે ચરબી વધે છે અને વજન વધે છે. પરંતુ આ એક વ્હેમ છે. વિટામીનથી ભરપૂર દેશી ઘી ન ફક્ત સ્વાસ્થ્ય માટે પરતું સ્કિન અને વાળ માટે પણ ફાયદાકારક હોય છે.દેશી ઘી પિત્તનુ શમન કરે છે. ગાયનું ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદા કારક હોય છે.

આજે અમે ગાયના ઘીના ઉપયોગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી ઘણા લાભ થાય છે, તો ચાલો જાણી લઈએ ગાયના ઘી ના લાભ વિશે.. હાથમાં પગના તળિયામાં બળતરા હોય ત્યારે પગના તળિયામાં ગાયના ઘીની કાંસાના પાત્ર દ્વારા માલિશ કરવાથી ઠંડક થાય છે.ગાયના ઘીનું સેવન કરવાથી સ્તન અને આંતરડાના જોખમી કેન્સરથી બચી શકાય છે.જો

કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે અને તેને તેલ ખાવાની મંજૂરી નથી, તો પછી ગાયનું ઘી ખાઓ, હૃદય મજબૂત બને છે.માઇગ્રેનના દુખાવાથી છૂટકારો મેળવવા માટે દેશી ઘીના બે ટીંપા નાકમાં નાખો અને સૂઇ જાવ તેનાથી નાસિકા સ્વચ્છ થશે અને માઇગ્રેનના દુખાવામાં રાહત મળી શકે છે. જોકે માઇગ્રેનનો દુખાવો કેટલીક વખત નાક પર વાયરસ, બેક્ટેરિયા, ધૂળ-માટીના કણ જમા થવાના કારણે પણ થઇ શકે છે.

ગાયનું ઘીમાં એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ રહેલા છે જેનાથી ચહેરામાં ચમક આવે છે. ચહેરા પર દેશી ઘીથી મસાજ કરો. તેનાથી ત્વચા મુલાયમ થશે.તે સિવાય ગાયનું ઘી નાકમાં નાખવાથી ત્વચા પર એલર્જી થવાની સમસ્યા થી છૂટકારો મળે છે.જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તે લોકોએ ગાયના દેશી ઘીનું સેવન કરવું જોઇએ.

નાકમાં ગાયનું ઘી નાખીને પણ કોમામાં ગઈ વ્યક્તિ કોમામાંથી બહાર આવી શકે છે અને ચેતનામાં પાછો આવી શકે છે.નાકમાં ગાયનું ઘી નાખવાથી વાળ ખરતા અટકે છે અને નવા વાળ પણ આવવા લાગે છે. નાકમાં ગાયનું ઘી નાખવાથી માનસિક શાંતિ મળે છે, સ્મૃતિ તીવ્ર બને છે.જ્યારે વધુ પડતી ગરમીને કારણે નાકમાંથી લોહી નીકળતું હોય છે.

તો પછી નાકમાં ગાયનું ઘી લગાવવાથી લોહી તરત જ બંધ થઈ જાય છે.ઘણા લોકોને કાનના પડદામાં કાણું પડી જવા જેવી સમસ્યા થાય છે અને તેના કારણે કાનમાં દુખાવા જેવી સમસ્યા થાય છે તો તમે નાકમાં ગાયનું દેશી ઘીના ટીપા નાંખી શકો છો. જેનાથી મુશ્કેલીથી રાહત મળી શકે છે.નાકમાં ગાયનું ઘી નાખવાથી યાદ રાખવાની ક્ષમતા સારી બને છે અને યાદ શક્તિ પણ વધે છે.

Leave a Comment