આજે આપણે દયા બેનનું પાત્ર ભજવતી અભિનેત્રી દિશા વાકાણી વિશે વાત કરીશું, જે વર્ષ 2017 થી આ સિરિયલમાં જોવા મળી નથી.
વાસ્તવમાં, દિશાએ વર્ષ 2017 માં એક પુત્રીને જન્મ આપ્યો અને ત્યારબાદ અભિનેત્રીએ રજા લીધી. જોકે ત્યારપછી તેણે આ ટીવી સિરિયલમાં કમબેક કર્યું નથી.
તમને જણાવી દઈએ કે દિશા વાકાણી દ્વારા ભજવવામાં આવેલ દયા બેનનું પાત્ર ઘરે -ઘરે લોકપ્રિય છે. એવું કહેવાય છે કે નિર્માતાઓએ દિશા વાકાણીને મનાવવા અને શોમાં પાછા લાવવાના તમામ પ્રયાસો કર્યા હતા.
એવા અહેવાલો પણ હતા કે નિર્માતાઓએ દિશા વાકાણી માટે રિપ્લેસમેન્ટની શોધ પણ શરૂ કરી દીધી હતી, આ સમસ્યા મેકર્સ માટે મોટી માથાનો દુખાવો બની ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિશા વાકાણીનો પતિ હજુ પણ સિરિયલના મેકર્સ સાથે સંપર્કમાં છે.
સમાચાર મુજબ, સીરિયલમાં દિશાનું કમબેક કરવાના બદલામાં તેના પતિએ મેકર્સ સામે મોટી માંગ કરી છે. આમાં પહેલી માંગ એ છે કે દિશાને પ્રતિ એપિસોડ 1.5 લાખ રૂપિયા ફી આપવામાં આવે.
બીજી માંગ એ છે કે અભિનેત્રી દિવસમાં માત્ર 3 કલાક જ કામ કરશે. ત્રીજી માંગ એ છે કે સેટ પર દિશાના બાળક માટે નર્સરી હોવી જોઈએ જ્યાં બાળક અને આયા રહેશે. હવે એ જોવાની મજા આવશે કે મેકર્સ દિશાના પતિની આ માંગણીઓ સ્વીકારે છે કે નહીં.