દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલ 20 ફેબુ્રઆરીને સોમવારે મુંબઇમાં યોજાયો હતો. આ ઈવેન્ટમાં અનેક સ્ટાર્સ રેડ કાર્પેટ પર ચાર ચાંદ લગાવતા જોવા મળ્યા હતા. આ ફેસ્ટિવલમાં અનુપમ ખેર, વરુણ ધવન, રેખા, આલિયા ભટ્ટ સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. આ ફિલ્મ ફેસ્ટિવલમાં વરુણ ધવન અને અનુપમ ખેર પણ રેડ કાર્પેટ પર સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને એકબીજા સાથે ખાસ બોન્ડ શેર કરતા જોવા મળે છે. પહેલા બંને આલિંગન કરે છે, પછી અનુપમ ખેર વરુણને કપાળ પર કિસ કરે છે અને પછી બંને સાથે કેમેરામાં પોઝ આપે છે.
આલિયા ભટ્ટે આ ઇવેન્ટમાં પીઢ અભિનેત્રી રેખા સાથે તસવીરો ક્લિક કરી હતી. આ પછી બંનેએ એકબીજાને ગળે લગાવ્યા. રેખાએ રેડ કાર્પેટ પર આલિયાના ગાલ પર કિસ પણ કરી હતી. આ દરમિયાન બંને એકબીજા સાથે ઘણી વાતો કરતા જોવા મળ્યા હતા.આલિયાએ ઈવેન્ટ માટે સફેદ સાડી અને મેચિંગ બ્લાઉઝ પહેર્યું હતું. બીજી તરફ રેખા ક્રીમ સાડી અને જ્વેલરીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
એવોર્ડની સંપૂર્ણ યાદી
આલિયા ભટ્ટ – શ્રેષ્ઠ અભિનેત્રી (ગંગુબાઈ કાઠિયાવાડી), ઋષભ શેટ્ટી – શ્રેષ્ઠ આશાસ્પદ અભિનેતા (કાંતારા), રણબીર કપૂર – શ્રેષ્ઠ અભિનેતા (બ્રહ્માસ્ત્ર), વરુણ ધવન – વિવેચક શ્રેષ્ઠ અભિનેતા (ભેડિયા), અનુપમ ખેર – સૌથી વર્સેટાઈલ અભિનેતા ( કાશ્મીર ફાઇલ્સ) ), રેખા – સિનેમામાં ઉત્કૃષ્ટ યોગદાન માટે એવોર્ડ, કાશ્મીર ફાઇલ્સ – શ્રેષ્ઠ ફિલ્મ, આરઆરઆર – ફિલ્મ ઓફ ધ યર, અનુપમા – ટીવી સીરીઝ ઓફ ધ યર, સચેત ટંડન – બેસ્ટ મેલ સિંગર (મૈય્યા મૈનુ), નીતિ મોહન – બેસ્ટ ફિમેલ સિંગર (મેરી જાન), રુદ્ર: ધ એજ ઓફ ડાર્કનેસ – બેસ્ટ વેબ સિરીઝ જીતી, તેજસ્વી પ્રકાશ – શ્રેષ્ઠ અભિનેત્રી (નાગિન 6), હર્ષદ ચોપરા – શ્રેષ્ઠ અભિનેતા, ઝૈન ઇમામ – શ્રેષ્ઠ અભિનેતા (ફના).
એવોર્ડ ફંક્શનમાં, આલિયા ભટ્ટને તેના પતિ અને અભિનેતા રણબીર કપૂર વતી એવોર્ડ ટ્રોફી આપવામાં આવી હતી.રણબીરને આ એવોર્ડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માટે મળ્યો છે.રણબીર કપૂર હાલમાં પોતાના કામમાં વ્યસ્ત છે, જેના કારણે આલિયા એવોર્ડ ફંક્શનમાં એકલી પહોંચી હતી.દાદાસાહેબ ફાળકે પુરસ્કાર સિનેમામાં ભારતના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંનો એક છે, જે કલાકારોને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે.