નમસ્કાર મારા વ્હાલા મિત્રો, આજના આ લેખમા તમારુ હાર્દિક સ્વાગત છે. સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, કપિલ દેવ, હરભજન સિંહ વગેરે જેવા અન્ય ઘણા ક્રિકેટર ભારતીય ક્રિકેટને ખુબ જ આગળ લઈ જવામા સક્ષમ છે એમા કોઈ સંકાને સ્થાન નથી. આ બધા પોતપોતાના નામની આગવિ વિશેષતા ધરાવે છે અને પોતાના નામની છાપ છોડી ને જાય છે. પણ ઘણા રમતવીરો એ સરકારી ફરજ બજાવે છે કે જેના વિશે આજે અહી વાત કરવાની છે.
સચિન તેંડુલકર (ગ્રુપ કેપ્ટન – ઇન્ડિયન એર ફોર્સ) સચિન તેંડુલકર એ એવો વ્યક્તિ છે કે જેને આપણે “ધ ગોડ ઓફ ક્રિકેટ” ના નામથી સન્માન આપીએ છીએ. તે દેશવાસીઓને ખુબ જ ચાહે છે. આંતરરાષ્ટ્રિય કક્ષાએ તેને સો સેન્ચ્યુરી પણ મારી દીધી છે. સચિનના આવા જબરદસ્ત ક્રિકેટ કરીયરને જોતા તેને વર્ષ ૨૦૧૦મા ઈન્ડિયન એરફોર્સ એ પોતાના ગ્રુપમા કેપ્ટનની ઉપાધિ આપેલ હતી.
કપિલ દેવ (લેફ્ટિનેન્ટ કર્નલ – ઇન્ડિયન આર્મી) મિત્રો, કપિલ દેવની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટુકડીએ પ્રથમ વાર વર્ષ ૧૯૮૩માં વર્લ્ડકપ મેળવવામા સફળતા મળી હતી. તેમણે આપેલા આ યોગદાન અર્થે ઈન્ડિયન આર્મી દ્વારા વર્ષ ૨૦૦૮મ તેમને લેફ્ટિનેન્ટ કર્નલ ના સ્થાનની જવાબદારી સોપવામા આવી. એટલા પુરતુ જ નહીપણ કપિલ દેવને વર્ષ ૨૦૧૯મા હરિયાણા સ્પોર્ટસ યુનિવર્સીટીના ચાન્સેલર પણ ઘોષિત કરેલા છે.
એમ.એસ. ધોની (લેફ્ટિનેન્ટ કર્નલ – ભારતીય સેના) મિત્રો, ભારતીય ક્રિકેટ ટુકડીનો સૌથી સફળતા પ્રાપ્ત કરનાર કેપ્ટનમાથી એક ધોનીએ કેપ્ટનશીપમાં ભારતે ટી-૨૦ વર્લ્ડકપ થી માંડીને વન-ડે વર્લ્ડકપ પોતાના નામે કરેલો છે. એમ.એસ.ધોનીએ ક્રિકેટમાં તો માહિર છે,
પણ તે નનપણમા આર્મીમાં જવાનો શોખ ધરાવતા હતા. તમને જણાવીએ કે ધોનીને વર્ષ ૨૦૧૫મા ભારતીય સેનાના લેફ્ટિનેન્ટ કર્નલ ઘોષિત કરાયા હતા. તે સમયથી જ્યારે પણ ધોની પાસે નવરાશ સમય હોય ત્યારે તે ભારતીય સેનાના જવાનોની સાથે સમય વિતાવે છે.
હરભજન સિંહ : ભારતીયના ટર્મીનેટર હરભજન સિંહ વિશ્વનાં સૌથી સફળ ઓપનરમાના એક ગણાય છે. તેણે પોતાની ફિરકી બોલિંગથી વિશ્વના મોટા મોટા બેટ્સમેનને હરાવેલ છે. ટેસ્ટ મેચમા પણ હરભજને ૭૦૦થી વધુ વિકેટો મેળવી છે. આ યોગદાન માટે પંજાબ પોલીસ દ્વારા તેઓને ડીએસપી નિયુક્ય કરેલા છે.
યજુવેન્દ્ર ચહલ : ભારતીય ક્રિકેટ ટીમના ખ્યાતનાત એવા લેગ સ્પિનર યજુવેન્દ્ર ચહલે ખૂબ જ નાની વયમા તે જગ્યા મેળવી છે કે જે પ્રત્યેક માટે એક સ્વપ્ન બનેલ છે. ફિરકીનાં સમ્રાટ આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની બોલિંગથી ખ્યાતિ મેળવેલ છે. પણ લગભગ તમને ખ્યાલ નહીં હોય કે યજુવેન્દ્ર ચહલને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ઇન્સ્પેક્ટરના સ્થાને લેવામા આવેલ છે.
ઉમેશ યાદવ : મિત્રો, ફાસ્ટ બોલર ઉમેશ યાદવ પણ આ સુચિમા ઉમેરેલ છે. ઉમેશ એ ઘણા વર્ષોથી ભારતીય ઝડપી બોલરની અગત્યની ફરજ બજાવે છે. તેણે ઘણા મેચમા પોતાના બળ પર જીતાવેલ છે.
ઉમેશએ ક્રિકેટમાં આવતા પહેલા સરકારી નોકરીમાં જવા ઈચ્છતો હતો, પણ ભાગ્યને કંઈક અલગ જ ગમતુ હતુ. જ્યારે વર્ષ ૨૦૧૭મા ભારતીય રિઝર્વ બેંક વડે ઉમેશ યાદવને ક્રિકેટમા યોગદાન આપવા માટે આસિસ્ટન્ટ મેનેજરની પદવી આપેલ.
જોગિન્દર શર્મા : વર્ષ ૨૦૦૭ ટી-૨૦ વર્લ્ડકપ જીતનાર ટીમના અગત્યના સદસ્ય એવા જોગિન્દર શર્માને કોણ ભૂલી શકે છે. પાકિસ્તાન સામે આખરી મેચમા અંતિમ ઓવરમા ખુબ જ સારી બોલિંગ કરીને તેઓએ વર્લ્ડકપ અપાવનાર હવે ક્રિકેટમાં કાર્યરત નથી. તેઓ હવે હરિયાણા પોલીસમાં ડીસીપીનાં સ્થાન પર ફરજ બજાવે છે.