ગુજરાતમાં છેલ્લા 18 દિવસમાં કોરોનાના નવા કેસમાં 800%નો તથા એક્ટિવ કેસમાં 375%નો ઘટાડો જોવામાં આવ્યો છે, ત્યારે રાજ્ય સરકાર માસ્ક તથા રાત્રિ કર્ફ્યુ સહિતનાં નિયંત્રણોમાં છૂટછાટ આપે તેવી સમભવનાઓ છે.
કોરોનાની ત્રીજી લહેર હવે લગભગ પૂર્ણતાના આરે છે. તો હવે નાગરિકોને ફરજિયાત માસ્કમાંથી મુક્તિ આપવામાં આવશે.
આજે આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે હવે કરફ્યુ નો સમય રાત્રે 12 થી 5 નો જ રહેશે. અને આ હવે ફકત ગુજરાતના મોટા આઠ શહેરોમાં જ હશે.
આ અગાઉ આ સમય રાત્રિના 10 થી સવારના 6 વાગ્યા સુધીનો હતો. તો આ કરફર્યું અમદાવાદ, વડોદરા, સુરત, જૂનાગઢ, ભાવનગર, ગાંધીનગર, રાજકોટ જેવા શહેરો પૂરતો જ મર્યાદિત રખાયો છે.
તો હવે લગ્ન પ્રસંગ ઉપર મહતમ 300 લોકો અને બંધ જગ્યાઓ પર મહતમ 150 સાથે કુલ કેપેસિટીના 50% જ્યારે અંતિમ ક્રિયામાં મહતમ 100 લોકોની છૂટછાટ આપવામાં આવી છે.
તો હોટેલ અને રેસ્ટોરન્ટ બેઠક ક્ષમતાના 75% અને ડિલિવરી 24 કલાક શરૂ રાખી શકાશે. તો જીમ, વોટર પાર્ક, લાયબ્રેરીમાં બેઠક ક્ષમતાના 50% ને જ મંજૂરી આપવામાં આવી છે.
આજે એટલે કે 10 ફેબ્રુઆરી 2022ના રોજ સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 67,084 નવા કેસ નોંધાયા છે,
જ્યારે ગઈકાલે એટલે કે 09 ફેબ્રુઆરી 2022ના રોજ 71,365 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 387 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 167,882 લોકો આ રોગથી સાજા થયા છે.