કોરોના વાયરસનું સંક્રમણ વધતા મામલો ફરી થી એકવાર કેન્દ્ર સરકારની ચિંતા વધારી દીધી છે. અને રોજ દિવસ ના કોરોના ના કેસ વધી રહ્યા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકના 35 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થય મંત્રાલય તરફથી છેલ્લા ૨૪ કલાકમાં જણાવેલ કોરોના વાયરસ સંક્રમણ ના 35871 કેસ સામે આવ્યા છે. જ્યારે 171 લોકોના મોત થઇ ગયા છે, કોરોના ના નવા મામલા સામે આવ્યા બાદ દેશના કુલ સંખ્યા દર્દીઓની સંખ્યા એક કરોડ ૧૪ લાખ 75 હજાર ૬૦૫ થાય છે. દેશ માં અત્યાર સુધીમાં એક કરોડ 10 લાખ 63 હજાર 25 લોકો સાજા થઇ ચુક્યા છે. આ સમયે 360360 કેસ છે, જ્યારે દેશમાં મૃતકોની સંખ્યા વધીને એક લાખ 59 હજાર 216 થઈ છે.
આઇસીએમાર તરફથી જણાવેલ આંકડાઓ મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકની અંદર 1063379 કોરોના ની નોંધ કરવા માટે આ સમયે સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્રની છે. જ્યાં બુધવારે કોરોના વાયરસ સંક્રમણ 23179 નવા કેસ સામે આવ્યા છે, જો 2021 માં એક એક દિવસ માં દર્જ કરવામાં આવેલા સૌથી વધારે કેસ છે. કલાકની અંદર આ રાજ્યમાં લોકોના મોત થયા છે, જેની સાથે અહીંયા મૃતકોની સંખ્યા 52080 થઈ છે. આ રાજ્યમાં સક્રમન ની સંખ્યા વધી ને 2370507 થય છે.
તમને જણાવી દઈએ કે 11 માર્ચ પછી ભારતમાં રોજ ના ૨૦ હજારથી વધારે નવા મામલાઓ દર્જ થયા છે. જ્યારે મહારાષ્ટ્ર ના આ બે શહેર નાગપુર અને પુણેમાં સૌથી વધારે ફેલાવો થયો છે. નાગપુરમાં છેલ્લા ૨૪ કલાકમાં 3370 નવા કેસ આવ્યા છે અને 16 લોકો ના મોત થયા છે. નાગપુરમાં ફેલાયેલા કોરોના ના સંક્રમણ ને રોકવા માટે અહીંયા લોક ડાઉન પણ કરવામાં આવ્યુ છે, તો પણ લોકો માની રહ્યા નથી.
અહીંયા 15 માર્ચથી 31 માર્ચ સુધી લોક ડાઉન કરવામાં આવ્યું છે અને નિર્ણય લીધો છે કે બપોરના એક વાગ્યા પછી શાકભાજી, રાશન, રોજની જરૂરિયાત, માંસ સહિત બધી દુકાનો બંધ રહેશે. તો વાત કરવામાં આવે મુંબઈને તો અહીંયા ૨૪ કલાકમાં 2377 નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન આઠ લોકો ના મોત થયા છે.
આ કારણે ફેલાઈ રહયો :- મહારાષ્ટ્રમાં કોરોના ફેલાવવાનો મોટું કારણ લોકોની બેદરકારી છે. બેદરકારીને લીધે આ રાજ્ય માં કોરોનાના મામલામાં એકદમથી વધારો થયો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર નું કહેવું છે કે આ રાજ્યમાં કોરોના ની વેક્સિન નો ખૂબ જ ઓછો પ્રયોગ થયો છે.
જેના કારણે અહીં આવી હાલત વધારે બગડી રહી છે પ્રકાશ જાવડેકર એ બુધવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં તે 23 લાખ વેક્સિન નો ઉપયોગ થયો હતો. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા ૫૪ લાખ દવાઓ મોકલવામાં આવી હતી. 56 ટકા વેક્સિન નો ઉપયોગ થયો નથી, હવે શિવસેનાના સાંસદોએ વધારે વેકસીન માગી રહ્યા છે.
મહારાષ્ટ્ર સિવાય પંજાબમાં પણ કોરોના બેકાબૂ થયો છે. આ રાજ્યમાં માર્ચના રોજ દિવસના 1000 નવા મામલાઓ સામે આવ્યા છે. પરંતુ બુધવાર થી આ સંખ્યા વધીને બે હજાર સુધી પહોંચી ગઈ છે. પંજાબના ૧૫ ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધીમાં 392 લોકોના મોત થયા છે.
વિશેષણ અનુસાર જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ મામલામાં ઘટાડો થયો છે, જેના કારણે લોકોએ માસ્ક પહેરવાનો અને સોશિયલ ડિસ્ટન્સીંગ નું પાલન કરવાનું બંધ કરી દીધું છે. આ કારણથી અત્યારે ફરી એકવાર કોરોના ફેલાઈ રહ્યા છે.