કોરોના ગયા પછી નવી આફત: એપ્રિલના 10 દિવસમાં જ 210 કેસો અમદાવાદમાં નોધાયા…

એક તરફ રાજ્યમાં ગરમી સતત વધી રહી છે. તેમજ મેગાસિટી અમદાવાદમાં તો તાપમાનનો પારો 40ને પાર કરી ગયો છે. ત્યારે અમદાવાદમાં વધતી જતી ગરમી વચ્ચે પાણીથી થતાં રોગો પણ અચાનક વધ્યા છે. તેમજ ઝાડા-ઉલટીના કેસમાં 100%નો ઉછાળો થયો છે.

 

અમદાવાદમાં એકાએક વાતાવરણમાં ફેરબદલ થતા ઝાડા-ઉલટી અને કમળાના કેસમાં વાયુવેગે વધારો જોવા મળી રહ્યો છે. એપ્રિલ માસમાં જ ઝાડા-ઉલટીના 205 કેસો નોંધાયા છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ઝાડા-ઉલટીના કેસોમાં 100%નો વધારો જોવા મળ્યો છે.

 

ગત વર્ષે એપ્રિલ મહિનામાં ઝાડા-ઉલટીના ફકત 110 જ કેસો નોંધાયા હતા તો ચાલુ વર્ષે એપ્રિલના 10 દિવસમાં જ 210 કેસો આવું ચૂક્યા છે. જેમાં કમળાના 54 કેસ, ટાઇફોઇડના 50 કેસ ચિંતાજનક છે.

 

શહેરમાં મેલેરિયાના 8, ડેન્ગ્યુના 5 અને ચિકનગુનિયાના 3 કેસ સામે આવ્યા છે. લાંભા, નારોલ, વટવા, રામોલ અને ગોમતીપુરમાં પ્રદૂષિત પાણીની ફરિયાદો પણ મળી રહી છે. શહેરમાં 5 દિવસમાં કોર્પોરશન દ્વારા 650 પાણીના નમૂના લેવાયા છે. આ વર્ષે પાણીના 77 સેમ્પલ અનફિટ જોવા મળ્યા છે.

Leave a Comment