ચીનમાં એક મોટી વિમાન દુર્ઘટના થઈ છે. ચીનનું બોઈંગ 737 એરક્રાફ્ટ ક્રેશ થયું છે. અકસ્માત સમયે બોઇંગ 737માં કુલ 133 મુસાફરો સવાર હતા. ચીનના મીડિયા અનુસાર, આ દુર્ઘટના દક્ષિણ ચીન સાગરમાં થઈ હતી. આ દુર્ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે અને કેટલા ઘાયલ થયા છે તેની માહિતી હાલ બહાર આવી નથી.
ચીનના સરકારી મીડિયાએ પણ પ્લેન ક્રેશ થયાની પુષ્ટિ કરી છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
ચીની મીડિયા અનુસાર, પ્લેન દક્ષિણ પ્રાંતના ગુઆંગસીમાં દુર્ઘટનાનો શિકાર બન્યું છે. જ્યાં અકસ્માત થયો હતો તે વિસ્તારમાં આગ ફાટી નીકળી હતી. આવી સ્થિતિમાં અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધુ હોવાનું માનવામાં આવે છે.
ચીનનું બોઈંગ 737 કુનમિંગથી ગુઆંગઝૂ જઈ રહ્યું હતું. આ દુર્ઘટના ગુઆંગસી વિસ્તારમાં બની હતી. જેના કારણે ત્યાંના પહાડોમાં પણ આગની જ્વાળાઓ દેખાતી હતી.