દેશભરમાં દરેક જગ્યાએ કોરોના સંક્રમણ માં ઘટાડો થતા ચાર શહેરોમાં રાત્રિ કરફ્યુ દૂર થવાની શકયતા, હોટલ, સિનેમાહોલ, જીમ, વોટરપાર્ક સહિત આ તમામ જગ્યાએ ૧૦૦% છુટછાટ મળે તેવી શક્યતા..

ગુજરાત સહિત દેશભરમાં દરેક જગ્યાએ કોરોના સંક્રમણ માં ઘટાડો થઈ ગયો છે. ત્યારે રાજ્ય સરકારે મોટાભાગના નિયંત્રણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે.

કેન્દ્ર સરકારના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ દ્વારા તમામ રાજ્યોના ચીફ સેક્રેટરીને પત્ર દ્વારા કોવિડ કેસોમાં ઘટાડો થયો હોવાથી રાજ્ય સરકાર પોતાની રીતે નિયંત્રણો દૂર કરી શકે છે.

એવી ભલામણ કરવામાં આવી છે. જેના હેઠળ રાજય સરકાર દ્વારા નિયંત્રણો હળવા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજ્ય સરકારની guidelines 18 મી એ પૂરી થઈ રહી છે. ત્યારે આજે સંપૂર્ણ સ્થિતિની સમીક્ષા કર્યા પછી સરકાર દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે. તેમજ આઠ થી ચાર મહાનગરોમાં નાઈટ કર્ફ્યુ હટી શકે છે.

રોજના કેસ 1000 ની અંદર – રાજ્યમાં કોરોના ના રોજના કેસ 1 હજાર ની નીચે આવી ગયા છે. બીજી તરફ રસીકરણ પણ દસ કરોડના ડોઝને પાર થઇ ચૂક્યું છે. ત્યારે વધારે ના તમામ નિયંત્રણો પણ દૂર થઇ શકે છે.

સરકાર દ્વારા પ્રાથમિક સ્કુલ પછી બાલમંદિર અને કેજી ની સ્કૂલો શરૂ કરવા મંજૂરી અપાઈ છે.

આજે આ રાહતો પ્રાપ્ત થઈ શકે છે-

– વ્યાપારી ગતિવિધિઓ અને અન્ય નિયંત્રણ દૂર થવાની શક્યતા.

– હોટેલ – રેસ્ટોરાં 75 ટકા સાથે મંજૂરી અપાઇ છે. એ દૂર કરીને 100 % ક્ષમતા સાથે ચાલુ કરવાની મંજૂરી અપાય તેવી શક્યતા.

– સિનેમાહોલ, જીમ, વોટરપાર્ક, કોચિંગ સેન્ટર, ઓડિટોરિયમ, સ્વિમિંગ પૂલ અને મનોરંજક સ્થળોની મર્યાદા અને નિયંત્રણો પણ દૂર થઇ શકે છે.

– બસોમાં હાલ 75 % ની મુસાફરોની મર્યાદા પણ દૂર કરાશે.

મોટા શહેરોમા રાત્રિ કરફ્યુ દૂર થવાની શક્યતા ઓછી – રાજ્ય સરકાર દ્વારા ગયા અઠવાડિયે 19 શહેરોમાંથી રાત્રી કર્ફ્યુ હટાવવામાં આવ્યો છે.

હાલમાં માત્ર આઠ મહાનગરો માં 12 થી 5 સુધી કરફયુ અમલમાં છે. જેની પણ સમીક્ષા કરાશે. પરંતુ હાલના સમયે એ કર્ફ્યુ હટાવી લેવાય, એવી શક્યતા ઓછી છે.

આ આઠ મહાનગરોમાં રાત્રી કરફ્યુ – હાલમાં અમદાવાદ વડોદરા, સુરત, જામનગર, જુનાગઢ, રાજકોટ, ભાવનગર અને ગાંધીનગરમાં રાત્રી કર્ફ્યુ યથાવત્ છે.

રાત્રી કર્ફ્યુ અંગેના નિયમો અને છૂટછાટ-

– બસ, રેલવે, વિમાનના પ્રવાસીઓને ટિકિટ દર્શાવતા અવર-જવર ની છૂટ.

– જરૂરિયાતની સેવાઓ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને છૂટ.

– અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળનારા લોકો ડોક્ટર નું પ્રિસ્ક્રીપ્શન, ઓળખ પત્ર અને સારવાર અંગે ના કાગળો રજૂ કરી શકે છે.

– સગર્ભા મહિલા, અશક્ત વ્યક્તિ, બીમાર વ્યક્તિને હાજરી, અટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ.

– અનિવાર્ય સંજોગોમાં બહારની કરનાર વ્યક્તિ સાથે અધિકારી અને કર્મચારીઓ એ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.

Leave a Comment