સોશિયલ મીડિયા પર નવા નવા ચેલેન્જ વાયરલ થતા રહેતા હોય છે. આ દિવસોમાં, આંગળીઓમાં ગાંઠ મારવાનો ચેલેન્જ ખુબ વાયરલ થયો છે. આ વિચિત્ર ચેલેન્જ જેટલો દેખાવવામાં સરળ લાગે છે કરવામાં એ તેટલો જ મુશ્કેલ છે. હજારો લોકો આ પડકારને સ્વીકારીને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ફક્ત 20 થી 30 ટકા લોકો જ તેને પૂર્ણ કરવામાં સફળ રહ્યા છે.
આ પડકારમાં તમારા હાથની આંગળીઓથી તેમાં ગાંઠ મારવાની હોય છે. આ પડકાર ચીનથી શરૂ થયો છે. અહીં ખૂબ વાયરલ થયા બાદ હવે તે અન્ય દેશોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. એકબીજા સાથે આંગળીઓ ભેળવીને લોકો તેમના હાથની ગાંઠ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમાં કેટલાક સફળ થયા છે અને વધારે લોકો નિષ્ફળ રહ્યા છે.
ટ્વિટર જેવી ચીનની પોતાની સોશિયલ વેબસાઇટ વીબો પર આ પડકારના ફોટા ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ તસ્વીરોને જોઇને લોકો પહેલા આકર્ષિત થાય છે અને પછી ખુદ પડકારને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે. આંગળીઓને ગાંઠવાની આ યુક્તિ દરેક કોઈ કરી શકે એવી લાગતી નથી.
આ યુક્તિને થોડા સમય પહેલા નાઇજિરીયાના ક્રેક્સ ટીવી દ્વારા શેર કરવામાં આવી હતી. આ પછી, તે ચીનથી આખી દુનિયામાં વાયરલ થઈ ગઈ. હવે દુનિયાના બધા લોકો આ યુક્તિના દિવાના થઈ ગયા છે. તેઓ આ યુક્તિને ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અજમાવી રહ્યા છે અને બીજાઓને પણ પડકાર આપી રહ્યા છે.
આ અજીબોગરીબ પડકાર ત્યારે શરૂ થયો જ્યારે એક જાણીતા ટીવી શોમાં ચીની અભિનેતા ઝાંગ યે શાને આ યુક્તિ ખૂબ જ સરળતાથી કરી. આ પછી યુક્તિ ઇન્ટરનેટ પર એટલી વાયરલ થઈ ગઈ કે તેને લગભગ 860 મિલિયન રિએક્શન મળ્યા. ઝાંગે આ યુક્તિ કરવા માટે તેના જમણા હાથનો ઉપયોગ કર્યો. તેણે પહેલા અંગૂઠા પર સૌથી નાની આંગળી મૂકી અને પછી બાકીની ત્રણ આંગળીઓને સીધી કરીને યુક્તિ કરી.
આ સિવાય ચીની ટેલિવિઝનની પ્રખ્યાત સેલિબ્રિટી લી સીસીએ પણ આ યુક્તિના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. હમણાં જ, આંગળીઓમાં ગાંઠ મારવાનો આ પડકાર પહેલા ચીનમાં અને હવે સમગ્ર વિશ્વમાં વાયરલ થઈ રહ્યો છે.
આ યુક્તિ કરવા માટે, આંગળીઓમાં લચીલાપણું હોવું જરૂરી છે. સ્ત્રીઓ અને બાળકો તેને વધુ સરળતાથી કરી શકે છે. તે જ સમયે, એશિયન અને એફ્રો-કેરેબિયન પ્રદેશોના લોકો આ પડકારને સરળતાથી પૂર્ણ કરી શકે છે.