ક્રિકેટ ચાહકો અમુક ક્રિકેટ મેચ ક્યારેય ભૂલી શકતા નથી, આ ખેલાડીઓને લીધે એવો દિવસ કે જે દરેક ક્રિકેટ ચાહકને યાદ જ હશે…

ક્રિકેટ ચાહકો અમુક ક્રિકેટ મેચ ક્યારેય ભૂલી શકતા નથી. આજે અમે તમારી માટે એવી જ અમુક ખાસ મેચ વિષે વાત કરી રહ્યા છે. એવો દિવસ કે જે દરેક ક્રિકેટ ચાહકને યાદ જ હશે. આ મેચ દરમિયાન ક્રિકેટર દ્વારા કરવામાં આવેલ કામને લોકો સદીઓ સુધી યાદ રાખશે. તો ચાલો તમને જણાવી દઈએ 5 એવી મેચ વિષે જે તમે ક્યારેય નહીં ભૂલી શકો.

 

રોબિન ઉથપ્પા : ભારતીય ક્રિકેટ ટીમમાં 2014માં શ્રીલંકા વિરુધ્ધની એક મેચમાં રોબિન ફરી રમવા માટે ઉતર્યા હતા. એ પછી ક્રિઝ પર રોહિત શર્મા અને રોબિન ઉથપ્પા બંને રમી રહ્યા હતા. આ મેચમાં રોહિત શર્માએ 264 રન ફટકાર્યા હતા. પણ સામે રોબીને 16 બોલમાં ફક્ત 16 રન જ બનાવ્યા હતા, એવું નહોતું કે તેઓ રમવા નહોતા માંગતા પણ તે રોહિતને આટલું સારું રમવા દઈ તે પોતે જ રમ્યા હતા નહીં. આ મેચમાં રોબીને લગભગ 11 ઓવર રમી હતી. આ વન ડે ઇન્ટરનેશનલમાં રોહિત શર્માના શ્રીલંકા વિરુધ્ધ સૌથી શ્રેષ્ટ 264 રન સ્કોર હતો.

 

વીરેન્દ્ર સહેવાગ : આપણાં દેશના પૂર્વ ઓપનર એવા સહેવાગ એ ચેન્નાઈ ટેસ્ટમાં ચોથી પારીમાં 387 રનની જરૂરત હતી તેમાં તેમણે 68 બોલમાં 83 રન ફટકાર્યા હતા એ પછી યુવરાજ સિંહએ સારી મેચ રમીને જીત આપવી હતી. આ મેચના હીરો યુવરાજને કહેવામાં આવે છે જ્યારે સહેવાગના સ્કોરના લીધે જ યુવરાજ સરળતાથી રમી શકે છે અને ટાર્ગેટ પૂરો કરી શકે છે.

 

સૌરવ ગાંગુલીનું નામ આવતા જ લોર્ડસના મેદાનમાં તેમણે શર્ટ કાઢીને જે કર્યું હતું એ જ બધા યાદ કરે છે પણ તમને જણાવી દઈએ કે તેની જ ફાઇનલ મેચમાં તેમણે અને સહેવાગએ મળીને 43 બોલમાં 60 રન બનાવ્યા હતા એ પછી યુવરાજ અને મોહમ્મદ કેફ મળીને મેચમાં જીત આપણાં નામે કરી હતી. અફસોસ કે એ મેચથી સૌરવ ગાંગુલીને તેમના યોગદાન માટે નહીં પણ શર્ટ કાઢીને ખુશી જાહેર કરી હતી એ માટે જ યાદ કરવામાં આવે છે.

 

વીરેન્દ્ર સહેવાગ : આ લિસ્ટમાં સહેવાગના નામે હજી એક ખાસ મેચ છે, 2008ના ગાલે ટેસ્ટમાં સહેવાગએ બોલરોને થકવી દીધા હતા. વાત એમ હતી કે આ મેચમાં સહેવાગ 199 સ્કોર પર હતા અને ટીમની 9 વિકેટ પડી ગઈ હતી. ઈશાંત શર્મા સહેવાગની સામે હતા. તેમણે ટીમના રન માટે એકપણ રન બનાવ્યો હતો નહીં. તેના લીધે સહેવાગ ડબલ સેન્ચુરી બનાવવા વાળા ખિલાડી બને છે.

 

માઇકલ ક્લાર્ક : ઓસ્ટ્રેલિયન ટીમના મહાન બેટ્સમેન અને કેપ્ટન એવા માઇકલ 2012માં ભારત વિરુધ્ધ એક ખાસ સીરિઝ રમી રહ્યા હતા. આ મેચમાં તેમણે 329 રન બનાવ્યા હતા. એ સમયે તેઓ મેથ્યુ હેડનનો રેકોર્ડ તોડીને ઓસ્ટ્રેલીયા માટે સૌથી મોટી ટેસ્ટ રમવા વાળા ખેલાડી બની શકતા હતા પણ એ સમયે તેમણે ટીમ વિષે વિચાર્યું. માઇકલ પાસે એટલો સમય હતો કે તેઓ બ્રાઇન લારાઓ રેકોર્ડ તોડી શકે. પણ તેમણે ટીમ વિષે વિચારી તેમનો સ્કોર જાહેર કરી દીધો તેના લીધે આપણે એ મેચ બહુ ખરાબ રીતે હાર્યા હતા.

Leave a Comment