આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થીઓ પોતાના ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જતા હોય છે તેમાં મોટાભાગના લોકો કેનેડા જવું વધુ પસંદ કરતા હોય છે. પરંતુ વિદેશમાં તેમને ખૂબ જ તકલીફો અને સામનો કરવો પડતો હોય છે તેવામાં વાત કરવામાં આવે તો અવારનવાર આપણે કેટલા સાંભળતા હોઈએ છીએ કે વિદેશ માં જઈને લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે તેઓ જ કિસ્સો આજે આપણા સામે આવ્યો છે.
મહેસાણાના નિવાસી કેનેડામાં રહેતા તેમનું અચાનક જ મોત નિપજ્યું છે. આ બે ભાઈઓ કેનેડામાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે ગયા હતા પરંતુ ત્યાં ફોટો શૂટ કરવા માટે પોસિવ કોલ હાઉસ ખાતે ગયા હતા. નાના ભાઈ નો પગ લપસતાં પાણીમાં ડૂબવા લાગ્યો હતો તે સમયે મોટા ભાઈ તેને બચાવવા માટે તે પણ પાણીમાં કૂદી ગયો પરંતુ નાના ભાઈનું મોત ઘટના સ્થળ પર જ થઈ ગયું અને મોટાભાગની હાલત ખુબ જ ગંભીર છે અને તાત્કાલિક ધોરણે વધુ સારવાર માટે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. આ મોતની જાણ થતાં પરિવારના સભ્યો કેનેડા જવા માટે નીકળી ગયા છે આ યુવક પોતાનો અભ્યાસ વડોદરામાં પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા ગયો હતો.
ત્રણ વર્ષથી બન્ને ભાઈઓ કેનેડામાં રહેતા હતા
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બન્ને ભાઈઓ કેટલાક સમયથી કેનેડામાં રહેતા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમાંથી એક ભાઈ નું નામ હર્ષિલ બારોટ અને બીજા ભાઈ નું નામ ઝરિલ બારોટ છે. બન્ને ભાઈઓ ફોટોશૂટ કરવા માટે કેનેડામાં આવેલી એક સ્તર પર ગયા હતા પરંતુ નાના ભાઈ નો પગ લપસતા નાનો ભાઈ પાણીમાં ડુબવા લાગ્યો તે સમયે મોટોભાઈ તેને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યો હતો પરંતુ તે તેના નાના ભાઈ ને બચાવી શક્યો નહિ.
મોટાભાઈને વધુ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો
તેમજ આ વાતની જાણ ઘટનાસ્થળ પર સ્થાનિક લોકોને થતા તે લોકોએ રેસ્ક્યુ ટીમને બોલાવી પરંતુ મોડી રાત સુધી આ બંને ભાઈઓને શોધવામાં આવ્યા હતા પરંતુ નાના ભાઈનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું અને મોટાભાઈને રેસ્કયુ ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો. અને મોટા ભાઇને ખૂબ ગંભીર ઈજાઓ થઈ હતી. અને એમ્બ્યુલન્સ મારફતે તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
અકસ્માત પહેલા બન્ને ભાઈઓ એ કર્યું હતું વિડીયો શૂટિંગ
બંને ભાઈઓ એ ત્યાં જઈને પોતાના વીડિયો શૂટ કર્યા હતા અને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યા હતા. અને તે વીડિયોમાં ખૂબ ખુશ જોવા મળતા હતા.
માતા-પિતા કેનેડા જવા માટે નીકળી ગયા
પોતાના દીકરાના મોતના સમાચાર સાંભળીને તેમના ઘરમાં દુઃખ નું વાતાવરણ સર્જાઈ ગયું છે અને તેના પિતા ગેસ લાઇનમાં જોડાઈને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને બન્ને ભાઈઓ કેનેડામાં રહેતા હતા પરંતુ પોતાના દીકરાના મોતના સમાચાર સાંભળી માતા-પિતા તાત્કાલિક ધોરણે કેનેડા જવા માટે નીકળી ગયા છે. નાના ભાઇના પગ લપસતા મોત નીપજયું હતું પરંતુ મોટા ભાઈના હાથમાં એક પથ્થર આવી ગયો હતો જેથી કરી તેને પોતાનો જીવ બચાવી લીધો પરંતુ નાના ભાઈનો જીવ બચાવી શક્યો નહીં.
વડોદરાના એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું
થોડા સમય પહેલા એવો એક બનાવ સામે આવ્યો છે કે વડોદરામાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાહુલ નામનો યુવક પોતાના ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા ગયો હતો પરંતુ પગ લપસતા તેનું પણ ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું.
ડીગુચા માં કેનેડા માં ગયેલા પરિવારમાં પણ આ રીતે જ મોત નીપજ્યું હતું
કલોલ નજીક આવેલા નાનકડા ગામમાંથી સમગ્ર પરિવાર કેનેડા ગયો હતો અને ત્યાંથી તે અમેરિકા જવા માટે નીકળ્યા હતા પરંતુ વધુ પડતાં ઠંડીના કારણે બે દેશની બોર્ડર ક્રોસ કરતા સપરિવારનુ મોત નીપજ્યું હતું.