જો ઇનામ માં રોયલ એનફિલ્ડ જોઈતું હોય તો એકલા પૂરી કરી દો આ ૪ કિલોની બુલેટ થાળી, જાણો વિસ્તારથી 

મિત્રો, હાલ સમગ્ર વિશ્વમા ખાણીપીણીનો શોખ ધરાવતા લોકોની કોઈ જ અછત નથી. આ શોખીન લોકો અવારનવાર સ્વાદિષ્ટ વ્યંજનોની શોધમા દૂર-દૂર સુધી જતા રહેતા હોય છે પરંતુ, જરા એકવાર વિચારીને જુઓ કે, જો તમને સ્વાદિષ્ટ ભોજન ખાવાની સાથે જ રોયલ એનફિલડ બુલેટ પણ ભેંટમા મળે તો.

જી હા, આ વાત શક્ય છે. આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પુણેમા આવેલ એક રેસ્ટોરા વિશે. અહીની એક વિશેષ હોટેલ કે, જેનુ નામ શિવરાજ હોટલ છે, ત્યા એક વિશેષ પ્રકારની પ્રતિયોગિતાની શરૂઆત કરવામા આવી છે. આ પ્રતિયોગિતા જીતનાર વ્યક્તિને ઈનામમા નવી રોયલ એનફિલ્ડ બુલેટ આપવામા આવશે.

ફક્ત ૬૦ મીનીટના સમયકાળમા પૂર્ણ કરવી પડશે આ થાળી : પુણેની આ હોટલના માલિક અતુલ વાઇકરે લોકો પોતાની હોટલ તરફ આકર્ષાય તે માટે આ પ્રતિયોગિતાની શરૂઆત કરી હતી. તેમના જણાવ્યા મુજબ આ હોટલમા એક ખુબ જ મોટી નોનવેજ બુલેટ થાળી તૈયાર કરવામા આવી છે. આ થાળીમા રહેલા તમામ વ્યંજનોનુ કુલ વજન ચાર કિલોગ્રામ જેટલુ હોય છે.

આ ઈનામ જે કોઇપણ જીતવા માટે ઈચ્છુક હોય તે વ્યક્તિએ આ થાળીને ૬૦ મિનિટના સમયકાળમા ખતમ કરવાની રહેશે. જે કોઈપણ વ્યક્તિ આ થાળીના તમામ વ્યંજન ૬૦ મિનિટની અંદર ખત્મ કરી જશે, તેને ૧.૬૫ લાખ રૂપિયાની રોયલ એનફિલ્ડ ઈનામ રૂપે આપવામા આવશે.

આ થાળીમા ક્યાં-ક્યાં ભોજન મળે છે ખાવા? પુણેની આ હોટલમા લોકોને ઈનામ વિશે જણાવવા માટે આ હોટેલની બહાર પાંચ નવી રોયલ એનફિલ્ડ મૂકવામા આવી છે. આ સાથે જ મેન્યૂ કાર્ડ અને પોસ્ટરમા પણ તેના વિશે જણાવવામા આવ્યુ છે. આ બુલેટ થાળીમા લોકોને નોનવેજ વ્યંજન મળશે. તેમા કુલ બાર વ્યંજન હશે જેનું વજન ચાર કિલોગ્રામ હશે. તેને તૈયાર કરવામા આશરે ૫૫ જેટલા લોકોની મહેનત જોડાયેલી હોય છે. તેમા ફ્રાય સુરાઈ, ફ્રાય ફિશ, ચિકન, તંદુરી, ડ્રાય મટન, ચિકન મસાલા અને બિરયાની પણ શામેલ છે.

શું છે આ થાળીનુ મુલ્ય? પુણેની આ હોટલના માલિક અતુલે જણાવ્યુ છે કે, આ નોનવેજ બુલેટ થાળીનુ મુલ્ય આશરે ૨૫૦૦ રૂપિયા રાખવામા આવ્યુ છે. આ હોટલ આઠ વર્ષ પહેલા ખુલી હતી. આ હોટલ આ પહેલા પણ અનેકવિધ આકર્ષક ઓફર આપતી રહી છે. આ પહેલા અહી આ હોટેલમા એક રાવણ થાળી પણ લાવવામા આવી હતી.

આ થાળીમા આઠ કિલોગ્રામના વ્યંજન પણ સમાવિષ્ટ હતા. જે કોઈપણ વ્યક્તિ આ થાળી ને ૬૦ મિનિટની અંદર ખતમ કરી શકે તેને ૫૦૦૦ રૂપિયાનુ રોકડ ઈમાન પણ આપવામા આવતુ હતુ. અત્યાર સુધીમા આ બુલેટ થાળી ને ફક્ત એક જ ગ્રાહક ખતમ કરી શક્યો છે અને તે વ્યક્તિ સોલાપુર થી સોમનાથ પવાર છે અને તેને આ બદલ એક બુલેટ ભેંટમા આપવામાં આવી હતી. માટે જો તમે પણ આ થાળીને પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવો છો તો જ્યારે પણ મુલાકાત લો છો ત્યારે આ હોટેલની મુલાકાતે અવશ્યપણે જવુ, ધન્યવાદ!