ઉચી ઉચી બિલ્ડિંગોના કાચને અથડાવાથી પક્ષીઓના થયા મોત; સુરતમાં બેંકની ઇમારતને કાચને આસમાન સમજી બેસતા થયું મોત…

કોંક્રિટના જંગલો બનાવી નાખેલ શહેરોમાં માભો વધારવા માટે ઈમારતોની બહારની દિવાલો પર કાચના એલિવેશન કરવામાં આવે છે. જો કે, આ એલિવેશન અબોલ પક્ષીઓ માટે ખતરા રૂપ સાબિત થાય છે.

પક્ષીઓ કાચને ખુલ્લું આકાશ સમજીને અથડાતા મોતને ભેટતા હોવાના બનાવ બની રહ્યા છે. ત્યારે સુરતના પર બેંકની દિવાલ પર લગાવાયેલા કાચના ર એલિવેશન સાથે યાયાવર પક્ષી રોઝી સ્ટર્લિંગ બર્ડના ટોળાનું કરતબ કરતી વખતે મોત થયા છે.

રિંગરોડ ખાતે સુરત ડિસ્ટ્રીક્ટ કો. ઓ.બેંકનું હેડ ક્વાટરમાં કાચ લગાવેલ છે. આ મુખ્ય કચેરીએ ગુરુવારે બપોરે વિચિત્ર અકસ્માત બન્યો હતો. બેંક કર્મચારીઓ તેમનું રોજિંદુ કામકાજ કરી રહ્યાં હતા.

તે વખતે અચાનક પક્ષીઓનું એક ઝૂંડ એલિવેશનની ગ્લાસ વોલ સાથે ધડાકાભેર ભટકાયું હતું. મોટો અવાજ થતાં આજુબાજુના લોકો ચૌકી ઉઠ્યા હતા.

સિક્યુરિટી જવાનોએ આ વાતની પુષ્ટિ કરી હતી. પક્ષીઓ માટે કામ કરતી જીવદયા સંસ્થા પ્રયાસનો બેંક તરફથી કોન્ટેક્ટ કર્યો હતો.

સુરતમાં મોટાભાગની ઈમારતો પર કાચના એલિવેશન કરવામાં આવ્યાં છે. કાચના એલિવેશન પક્ષીઓને દિશા ભ્રમિત કરી રહ્યાં છે.

ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારના એલિવેશન ન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમ છતાં શહેરોમાં મોટા ભાગની તમામ ઈમારતો પર એલિવેશન કરાઈ રહ્યાં છે.

Leave a Comment