શું તમને પણ નિયમિત બ્રેડ ખાવાની આદત છે?, તો જાણી લો આ વાતો…

મિત્રો, હાલ વર્તમાન સમય વધુ પડતો આધુનિક બની ગયો છે અને આ આધુનિકતાના કારણે માણસ એટલો વ્યસ્ત બની ચુક્યો છે કે, તેની પાસે યોગ્ય રીતે ભોજન કરવાનો પણ સમય નથી રહેતો અને આ કારણોસર તે વધુ પડતુ એવુ ફૂડ ખાવાનુ પસંદ કરે છે કે જે ઝડપથી તૈયાર થઇ જાય અથવા તો જે રેડીમેડ હોય.

હાલ નો યુવાવર્ગ જંકફૂડ પાછળ ખુબ જ ગાંડો થયો છે. જંકફૂડ નો ક્રેઝ યુવાવર્ગમા એટલી હદ સુધી વધી ચુક્યો છે કે તે સવાર હોય કે સાંજ આ ભોજન ને વધુ પડતુ પ્રાધાન્ય આપે છે.

આજે આ લેખમા આપણે એક એવા જ રેડીમેડ ફૂડ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક સાબિત થઇ શકે છે.

આ રેડીમેડ ફૂડ નુ નામ છે બ્રેડ. મોટાભાગના લોકો સવારના નાસ્તામા બ્રેડ નો ઉપયોગ કરે છે. એક રીતે જો જોવા જઈએ તો આ બ્રેડ એ વિદેશી નાસ્તો છે પરંતુ, આપણા ભારતીયો પણ આજે આ વિદેશી જીવનશૈલી નુ આંધળું અનુકરણ કરી રહ્યા છે અને તેમની જેમ સવારમા બ્રેડ નો નાસ્તો કરતા થયા છે

પરંતુ, શુ તમને ખ્યાલ છે કે, આ બ્રેડ આપણા સ્વાસ્થ્ય માટે કેટલુ નુકશાનકારક છે? નથી ખબર તો ચાલો જાણીએ.

જો તમે નિયમિત આ બ્રેડ નુ સેવન કરો છો તો તમે મોટાપા અને ડાયાબીટીસ જેવી સમસ્યાઓથી પણ પીડાઈ શકો છો. આ ઉપરાંત નિયમિત બ્રેડનુ સેવન કરવાથી તમારી નર્વસ સીસ્ટમ પર પણ ખુબ જ ખરાબ અસર પડી શકે છે.

આ ઉપરાંત જો તમે નિયમિત સફેદ બ્રેડનુ નાસ્તામા સેવન કરો છો તો તે હૃદય ના હુમલાનુ જોખમ પણ ઉભુ કરી શકે છે.

તેમા પુષ્કળ માત્રામા સોડિયમ સમાવિષ્ટ હોય છે, જે તમારા આંતરડા ચોંટી જાય છે અને તમે અલ્સર જેવી સમસ્યાથી પણ પીડાઈ શકો છો.

તે પાચનમા પણ અસર કરે છે આ સિવાય તેમા સમાવિષ્ટ સ્ટાર્ચ પણ દાંત માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આના કારણે દાંતમા કૃમિ સહિત દાંત ઉપર દંતવલ્ક નો સ્તર બગડવાની બીક રહે છે.

આ ઉપરાંત બ્રેડ મા વધુ પડતા કાર્બોહાઈડ્રેટ સમાવિષ્ટ હોય છે, જેના કારણે તમારા શરીરમા સુગર લેવલ નુ પ્રમાણ ઝડપથી વધે છે. આ સ્થિતિમા તે ઇન્સ્યુલિન નુ સંતુલન બગાડે છે અને પરિણામે આપણે ડાયાબિટી જેવી સમસ્યાઓથી પીડાય છીએ. આ સિવાય તેમા બ્લીચિંગ અર્ક સમાવિષ્ટ હોય છે.

જે તમારા શરીરમા કેલરી ખૂબ જ ઝડપથી વધારે છે. આ સિવાય તે તમારી નસો ને પણ નબળી પાડે છે. અમુકવાર તે તમારી નર્વસ સિસ્ટમ ને પણ નિષ્ફળ કરી શકે છે માટે જો તમે તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા ઈચ્છતા હોવ તો આજથી જ બ્રેડ નુ શક્ય તેટલુ સેવન ટાળો.

Leave a Comment