બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાને માસીએ ધોરણ 10 માં રંગેહાથ પકડી બોયફ્રેન્ડ સાથે…

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ જીવનમાં ખૂબ સફળતા મેળવી. એક મહિલા શું ન કરી શકે તેનું ઉદાહરણ આપવા માટે પ્રિયંકા ચોપરાનું નામ પૂરતું

ખૂબ જ ઓછા સમયમાં આ અભિનેત્રીએ ખૂબ જ સફળતા મેળવી છે. આજે પણ તેની સફર ચાલુ જ છે. પરંતુ એનું બાળપણ એક સામાન્ય બાળકની જેમ જ વીત્યું છે. પ્રિયંકાનો સ્કૂલિંગ અમેરિકાથી થયું છે. આ સમયે તેણે  જે કર્યું એ જાણીને તમે પણ આશ્ચર્ય પામી જશો.

પ્રિયંકા બની માતા :- પ્રિયંકા ચોપરાની પ્રસિદ્ધિ માત્ર બોલીવુડ પૂરતી નથી પરંતુ હોલીવુડમાં પણ તેણે પોતાના અભિનયને ફેલાવ્યો. Global સ્ટાર બનેલી પ્રિયંકા ચોપરા ખૂબ જ ચર્ચામાં રહે છે. આ વખતે માતા બનવાને કારણે ચર્ચામાં છે. હાલના સમયમાં જ અભિનેત્રી સેરોગેસી દ્વારા માતા બની છે. આ વાતની જાણકારી અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયામાં આપી હતી.

એટલું જ નહીં અભિનેત્રીએ લોન્ચ કરેલું એક પુસ્તક જેમાં પોતે કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ તેણે કર્યા છે. જેમાં તેણે બોયફ્રેન્ડ સાથે પકડાઈ ત્યારે શું થયું હતું એ વિશે પણ જણાવ્યું છે.

પુસ્તકમાં કર્યો છે ખુલાસો – પ્રિયંકા એ પોતાના પુસ્તકમાં દસમા ધોરણની યાદો રજૂ કરી છે. તેણે જણાવ્યું છે કે ભણવા માટે અમેરિકામાં સંબંધીઓ પાસે ગઇ હતી. એ સમયે તેને બોબ નામના છોકરા સાથે પ્રેમ થયો હતો. ઘરમાં જ્યારે કોઈ ન હોય ત્યારે અભિનેત્રી બોબને ઘરે બોલાવતી હતી.

એવા જ એક સમયે અભિનેત્રી અને બોબ બંને હાથ પકડીને ટીવી જોઈ રહ્યા હતા. એ જ સમયે પ્રિયંકા ની માસી ઘરમાં આવી રહી હતી. એ સમય માસીનો ઘરે આવવાનો નહતો જેથી બન્ને ડરી ગયા હતા.

એવા સમયમાં બોબ પાસે બહાર જવાનો કોઇ રસ્તો બચ્યો ન હતો. એવા સમયે બંને રૂમ તરફ દોડ્યા અને પ્રિયંકાએ બોબને રૂમ માં સંતાઈ જવા કહ્યું.

માસીએ ઠપકો આપ્યો- પ્રિયંકા પુસ્તકમાં આગળ જણાવતા કહે છે કે, ‘ મેં બોબને  જણાવ્યું કે જ્યાં સુધી હું માસીને કરિયાણાની દુકાને ન મોકલુ ત્યાં સુધી તું ત્યાં જ રહે. માસી જેવા ઘરમાં પ્રવેશ્યા કે દરેક રૂમને ધ્યાનથી જોવા લાગ્યા. હું બાયોલોજી પુસ્તક લઈને બેઠી હતી.

જાણે ભણી રહી હોય. ત્યારે તેમણે મારા રૂમના થ્રેસોલ્ડ પર આવીને મને કહ્યું ‘ તારું કબાટ ખોલ, ‘ મેં માસીને આટલા ગુસ્સામાં ક્યારેય જોયા નહોતા. કબાટનો દરવાજો ખોલ્યો અને એમાંથી એક છોકરો બહાર આવ્યો.

માસી મારી મમ્મીને ફોન કર્યો અને જણાવ્યું કે મને વિશ્વાસ નથી આવતો કે મારી સાથે ખોટું બોલ્યા કરે છે. એના કબાટમાં એક છોકરો હતો.

 

Leave a Comment