બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા: ઉમેદવારનું મેટલ ડિટેક્ટર તેમજ શારીરિક એટલે કે ફિઝિકલ ચેકિંગ કરવામાં આવશે, દુકાન ખુલ્લી રાખશે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી…

ગુજરાતમાં દિવસેને દિવસે પેપર તૂટવાના કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે અને રવિવારના દિવસે એટલે કે આજે બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા યોજવામાં આવશે. તેમજ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ઉમેદવાર અમદાવાદ જિલ્લાના છે. તેમજ 10.45 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપશે. કોઈપણ પ્રકારની હિલચાલ ન થાય તે માટે સૌપ્રથમ વાર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે જેના કારણે પરીક્ષાની મુમેન્ટ ઉપર ચોક્કસ નજર રાખવામાં આવશે.

 

તેમજ આ પરીક્ષામાં દરેક વિદ્યાર્થીની હાજરી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા પુરવામાં આવશે. સંખ્યા ખૂબ જ વધુ હોવાના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પરીક્ષા યોજવામાં આવી છે. તેમજ અમદાવાદ બહારના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ ડેપો દ્વારા કેટલીક બસો નું આયોજન કરવામાં આવ્યું હતું.

 

મીડિયા રિપોર્ટ અનુસાર આ પરીક્ષામાં સચિવાલયના ઉચ્ચ અધિકારીઓ તથા તાલુકા વિકાસ અધિકારીઓ પણ જોડાયા છે. તેમજ પેપર બહાર જાય તે માટે ખૂબ જ વધુ પગલા લેવામાં આવ્યા છે. તેમજ શનિવારના દિવસે આ પેપર આવી ગયા છે.

 

સૌપ્રથમ વાર પરીક્ષા કેન્દ્ર ઉપર ઉમેદવારનું મેટલ ડિટેક્ટર તેમજ શારીરિક એટલે કે ફિઝિકલ ચેકિંગ કરવામાં આવશે. તેમજ પરિક્ષા કેન્દ્રની આજુબાજુ કોઈ ઝેરોક્ષની દુકાન બોલવા દેવામાં આવશે નહીં જો કોઈ વેપારી દુકાન ખુલ્લી રાખશે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

 

પ્રાઇવેટ ક્લાસ ઉપર પોલીસ ગોઠવવામાં આવી

ગુજરાતમાં ખૂબ જ કોચિંગ ક્લાસ ચાલે છે તેમજ શનિવારના દિવસે સિવિલ ડ્રેસમાં પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. પ્રાઇવેટ ક્લાસીસ પોતાનું રીઝલ્ટ લાવવા માટે પેપર લીક કરતા હોય છે.

Leave a Comment