ભગવાન શિવ બધા દેવી-દેવતાઓ માંથી સૌથી જલ્દી પ્રસન્ન થતા દેવતા છે. ભગવાન શિવ ની આરાધના માટે આ મહિનાને સૌથી ઉતમ ગણવામાં આવે છે. ભગવાન શિવ ને સરળ વીધી કરવામાં આવતી પૂજા થી પણ તે પ્રસન્ન થઇ જાય છે અને જે લોકો ભગવાન શિવ ની પૂજા ભાવ થી કરે તો તેને જોઈતું ફળ આપે છે.
દરેક શિવ ભક્ત આ પવિત્ર મહિના માં ભોળા બાબા ની ભક્તિ માં તલીન થઇ જાય છે અને સાથે ફળ પણ પ્રાપ્ત કરી લે છે.જો તમે પણ ભગવાન શિવ ના આશીર્વાદ મેળવવા ઈચ્છતા હોય તો તમારી રાશી મુજબ પૂજા કરવી. તો ચાલો આપણે જાણીએ રાશીઓ મુજબ પૂજા કઈ રીતે કરવી.
મેષ – રાશિના લોકોએ ભોળા બાબા ને પ્રસન્ન કરવા માટે પહેલા શિવલિંગ પર ગંગા જળ ચડાવવું અને પછી બીલીપત્ર પર ચંદન થી શ્રી રામ લખીને શિવલિંગ પર ચડાવવું.
વૃષ – આ રશીના લોકો એ ભગવાન શિવ ને પ્રસન્ન કરવા માટે સૌથી પહેલા દહીં થી અભિષેક કરવો અને પછી જળ શિવલિંગ પર ચડાવવું. ત્યારપછી શિવલિંગ પર ખાંડ અર્પણ કરવી અને પાછુ જળ ચડાવવું. પછી છેલ્લે દુધથી ભગવાન ને અભિષેક કરીને જળ ચડાવીને ચંદન થી તિલક કરવું અને ભગવાન પર શ્રદ્ધા રાખવી.
મિથુન – ભગવાન શિવની કૃપા મેળવવા માટે આ રાશિના લોકો ને મધ થી અભિષેક કરવો અને આ ઉપાય કરવાથી તમારી બધી સમસ્યા દુર થશે અને શિવ ની કૃપા પ્રાપ્ત થશે. કર્ક –શ્રાવણ મહિનામાં આ રાશિના લોકોએ શિવલિંગ પર દૂધ, દહીં થતા ગંગાજળ નો અભિષેક કરવો અને સુખ – સ્મૃધિ મેળવવા માટે આ ઉપાય કરવો.
સિંહ – ભગવાન શિવ ની કૃપા મેળવવા માટે આ રાશી ના લોકો એ શુદ્ધ ઘી થી શિવલિંગ પર અભિષેક કરવો અને આવી રીતે શિવ ની પૂજા કરવાથી તમારી સમસ્યા બધી દુર થઇ જશે.
કન્યા – આ રાશી ના લોકો એ ભોળા બાબા ના આશીર્વાદ મેળવવા માટે દૂધ, ઘી અને મધ ભગવાન પર ચડાવવા. તુલા – શ્રાવણ મહિના માં આ રાશી ના લોકો એ શિવલિંગ પર દહીં અને શેરડીના રસ થી અભિષેક કરવો.
વૃષિક – આ રાશિના લોકો એ ગંગાજળ અને દુધમાં ખાંડ મિક્સ કરીને તેનો અભિષેક કરવો અને તમે સારું ફલ પ્રાપ્ત કરવા માંગતા હોય તો પૂજામાં પીળા રંગ ના ફૂલ નો ઉપયોગ કરવો.
ધનુ – શિવ ભગવાન ના આશીર્વાદ મેળવવા માટે અને શુભ ફલ ની પ્રાપ્તિ માટે શિવલિંગ પર કાચા દૂધની સાથે કેસર, ગોળ અને હળદર મિક્ષ કરીને અભિષેક કરવો. મકર – આ રાશિના લોકોએ ઘી, મધ, બદામ નું તેલ અને દહીં થી શિવલિંગ પર અભિષેક કરવો અને ત્યારપછી નારિયેળ પાણી ચડાવવું.
કુંભ – ભગવાન શિવ ને પ્રસન્ન કરવા આ મહિના માં ઘી,મધ અને બદામના તેલથી અભિષેક કરવો અને પછી બ્લુ રંગ નું ફૂલ અર્પણ કરવું અને પછી સરસવના તેલ થી તિલક કરવું . મીન – આ રાશિના લોકો એ ભગવાન શિવને કાચા દૂધ, કેસર અને ગંગાજળ થી અભિષેક કરવો અને પછી શિવલિંગને હળદર અને કેસર થી તિલક કરવું.