સમગ્ર વિશ્વમાં વધતું પ્રદુષણ એક મોટી ચિંતા છે. આવા સમયમાં ભારતમાં પણ પરિસ્થિતિ ગંભીર બની રહી છે. વાયુ પ્રદુષણ નવી નવી બીમારીઓ ઉત્પન્ન કરવામાં અને સાથે આયુષ્ય પણ ઘટાડી રહ્યું છે. અમેરિકન રિસર્ચમાં આશ્રયજનક રીપોર્ટ બહાર આવ્યો છે. બુધવારે જાહેર થયેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે જો ભારતમાં પ્રદુષણની સ્થિતિ યથાવત રહેશે તો 40% ભારતીયોની આયુષ્ય ૯ વર્ષથી વધુ ઘટી શકે છે.
શિકાગો યુનિવર્સીટીના એનર્જી પોલીસ ઇન્સ્ટીટયુટ ના અહેવાલ મુજબ, નવી દિલ્હી સહીત મધ્ય, પૂર્વ અને ઉતર ભારતના વિશાળ વિસ્તારોમાં રહેતા 48 કરોડથી વધુ લોકો ઉચ્ચ સ્તરના પ્રદુષણનો સામનો કરી રહ્યા છે. EPIC રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ‘ ભારતમાં વાયુ-પ્રદુષણનું ઉચ્ચ સ્તર સમય ની સાથે ભૌગોલિક રીતે ફેલાય રહ્યું છે, ઉદાહરણ તરીકે, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં હવાની ગુણવતા ખુબ ખરાબ થઇ રહી છે.
જો કે, આ ખતરનાક પ્રદુષણને રોકવા માટે ૨૦૧૯માં શરુ કરવામાં આવેલા ભારતના રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ ની પ્રશંસા કરતા, EPICના રિપોર્ટમાં જણાવ્યું કે NCAP લક્ષ્યોને “હાંસલ અને જાળવી રાખવાથી” દેશની એકન્દ્ર આયુષ્ય 1.7વર્ષ અને નવી દિલ્હી 3.1 વર્ષ વધશે.
વધતા પ્રદુષણના સ્તરને જાણવા માટે, IQAir એ વર્ષ 2020 માટે વિશ્વ વાયુ ગુણવતાનો રિપોર્ટ જારી કર્યો, જેમાં રાજધાની દિલ્હીનો સમાવેશ વિશ્વના સૌથી પ્રદુષિત શહેરમાં થાય છે. જો કે, ગયા વર્ષે 2020 માં, કોરોના વાયરસના કારણે લોકડાઉનને કારણે, ઘણા શહેરોમાં પ્રદુશના સ્તરમાં ઘટાડો થયો હતો, જેમાં દિલ્હીની જનતાને પણ ઘણો ફાયદો મળ્યો છે.
લોકડાઉન દરમિયાન દિલ્હીના 2 કરોડ લોકોએ સ્વચ્છ હવા માં શ્વાસ લીધો, પરંતુ શિયાળા માં પડોશી રાજ્ય હરિયાણા અને પંજાબના ખેતરોમાં બળેલા પાકના અવશેષો ને કારણે શુદ્ધ હવા ફરી ઝેરી બની ગઈ. EPIC રિપોર્ટ અનુસાર, જો દેશ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ધોરણો અનુસાર હવાની ગુણવત્તા સુધારવા સક્ષમ છે, તેથી સરેરાશ આયુષ્ય 5.4 વર્ષ સુધી વધારી શકાય છે.
જણાવી દઈએ કે દિલ્હીનું પ્રદુષણ વર્ષોથી ચિંતાનો વિષય છે, સરકારો અને સતાવાળાઓએ તેને નિયંત્રિત કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. ઓકટોબર આવતાની સાથે જ વાયુ પ્રદુષણ શરુ થાય છે, અને આ શિયાળાના અંત સુધી ચાલુ રહે છે. આ સીઝન પહેલા જ દિલ્હી સરકારે કનોટ પ્લેસમાં બાબા ખડગ સિંહ માર્ગ પર તેના પ્રથમ સ્મોગ ટાવર નું ઉદ્ઘાટન કર્યું છે.
જો કે પર્યાવરણવાદીઓ માને છે કે આવી યોજના વાયુ પ્રદુષણ જેવી જટિલ સમસ્યાનો કાયમી ઉકેલ આપી શકતો નથી. આના ઘણા પરિણામો છે અને દિલ્હી જેવા સંસાધનની અછત ધરાવતા શહેરમાં મોંઘો સોદો સાબિત થઇ શકે છે.