૯૫ ટકા લોકોને સીનીયર સિટીઝનને મળતી આ વિશેષ સુવિધાઓ વિષે ખબર નહિ હોય, જાણી લો અહિયાં..

ભારત સરકાર દ્વારા સીનીયર સિટીઝન ની ઉંમર, સ્વાસ્થ્ય તેમજ સગવડ ને ધ્યાનમાં રાખીને તેમના માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરી છે અને તેમને ઘણી સુવિધાઓ પણ આપી છે. આપણા માંથી મોટાભાગના લોકોને તેની સાચી અને સંપૂર્ણ જાણકારી હોતી નથી. જો તમે પણ એક વરિષ્ઠ નાગરિક છો અથવા તો તમારા ઘરમાં કોઈ વડીલ છે તો એમના માટે આ યોજનાઓ અને સુવિધાઓ વિશે ની જાણકારી તમને જરૂરથી હોવી જોઈએ. તો ચાલો જાણીએ આ યોજનાઓ વિશે.

ઇન્કમટેક્સ મા મળે છે રાહત: ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો ને ઇન્કમટેક્સમા ખાસ છૂટ આપવામા આવે છે. તેમાં તેમની આવક જો ત્રણ લાખ રૂપિયા સુધી છે તો એ કરમુક્તિ ની શ્રેણીમા આવે છે. આ સાથે જ જો તેઓ સુપર સિનિયર સીટીઝન એટલે કે તેમની ઉંમર ૮૦ વર્ષથી વધુ છે તો તેમને પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ આપવાનો રહેતો નથી. ઇન્કમટેક્સ એક્ટ ૧૯૬૧ની કલમ ૮૦ડી મુજવ વરિષ્ઠ નાગરિકો ને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર ત્રીસ હજાર રૂપિયા સુધીની છૂટ મળવાપાત્ર છે.

વિમાન મુસાફરી મા મળતી છૂટ : ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ના નાગરિકો ને મોટાભાગની સરકારી તેમજ પ્રાઇવેટ હવાઈ કંપનીઓ દ્વારા ટીકીટ પર પચાસ ટકા ની છૂટ આપે છે.તમામ વિમાન કંપનીઓ ના છૂટના નિયમો અને શરતો જુદા-જુદા હોય છે.

રેલ મુસાફરી ની ટીકીટ મા મળતી છૂટ : ભારતીય રેલવે દ્વારા પણ વરિષ્ઠ નાગરિકો ને રેલ દ્વારા મુસાફરી કરતા સમયે ખાસ સુવિધાઓ આપી છે. જે પુરુષ યાત્રીકોની ઉંમર ૬૦ વર્ષ કે તેથી વધુ હોય તો તેમને બધા જ ક્લાસ ની ટીકીટ પર ૪૦ ટકા ની છૂટ આપવામાં આવી છે. આવી જ રીતે સ્ત્રી યાત્રીઓ કે જેમની ઉંમર ૫૮ વર્ષ કે તેથી વધુ હોય તેમને બધા જ ક્લાસની ટિકિટમાં ૫૦ ટકા ની છૂટ આપવામા આવી છે.

બસ મુસાફરી ની ટીકીટ મા મળતી છૂટ : વરિષ્ઠ નાગરિકો ને સુવિધા આપવા માટે અમુક રાજ્યો સરકારો દ્વારા ત્યાં ના નગર-નિગમ પાલિકાઓએ તેમને બસ ભાડા મા છુટ આપી છે. આ સાથે જ તેમના માટે બસ મા અમુક સીટ પણ રિઝર્વડ રાખવામાં આવે છે.

વ્યાજદર મા મળતી છૂટ : નિવૃત્તિ પહેલા અથવા તો બાદ મા વરિષ્ઠ નાગરિકો બેંકમા ફિક્સ્ડ ડિપોઝીટ્સ રાખવાનું વધુ પસંદ કરતા હોય છે જેથી તેમને મળનારૂ વ્યાજ થી વધુ આવક મળે છે. બેન્ક પણ તેમની આ સુવિધાને ધ્યાનમાં રાખીને સમય-સમય પર નવી યોજનાઓ લાગુ કરતી રહે છે જેથી વરિષ્ઠ નાગરિકોને તેમના દ્વારા કરવામાં આવેલ રોકાણ પર વધુમા વધુ વ્યાજ મળી શકે.

ખાસ યોજનાઓ મા મળતી છૂટ : સરકાર દ્વારા વડીલો ને ધ્યાન મા રાખીને સ્વાસ્થ્ય અને સગવડને ને લગતી અમુક સિનિયર સીટીઝન વેલફેર સ્કીમ્સ જાહેર કરી છે. જેમાં નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીએ ૬૦-૮૦ વર્ષ સુધીના નાગરિકો માટે વરિષ્ઠ મેડીકલેમ પોલિસિફ આપી છે. જે અંતર્ગત દવાખાનામાં દાખલ થવા માટે વધુમા વધુ વિમાની રકમ એક લાખ રૂપિયા અને ગંભીર બીમારી માટે બે લાખ રૂપિયા છે.

ટેલિફોન બીલ ની ચુકવણી મા મળતી છૂટ : બીએસએનએલ દ્વારા ૬૫ વર્ષ થી વધુ ઉંમર ના નાગરિકો ને પ્રાથમિકતા ના આધારે ટેલીફોન નુ પંજીકરણ કરાવવા ના હકદાર છે. જો તેમણે પોતાના નામ પર ટેલિફોન રજીસ્ટર કરાવેલ છે તો તેમને કોઈ રજિસ્ટ્રેશન ચાર્જ આપવો નહિ પડે. આ સિવાય એમટીએનએલ લેન્ડલાઈન ટેલિફોન લગાવવા માટે ૬૪ વર્ષ થી વધુ ઉંમર ના વડીલો માટે ઈન્સ્ટોલેશન ચાર્જીસ તેમજ મહિના ના સર્વિસ ચાર્જ પર ૨૫ ટકા ની છૂટ આપવામાં આવે છે.