ભારતમાં દિવસેને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ઉત્તર ભારતમાં ગરમીનું પ્રમાણ ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. તેમજ કેટલાક રાજ્યોમાં તો પંખા અને એને પૂરતો પાવર પણ મળી રહ્યો નથી.અને ભારત માં કોયલા ની ઉણપ થવા લાગી છે.જેના કારણે દેશના અનેક રાજ્યોમાં વીજળી સંકટની સ્થિતિ છે.જો કે, આ મામલે સરકારનું કહેવું છે કે હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને સ્થિતિને પહોંચી વળવા જરૂરી પગલાં લેવામાં આવશે.
આ રાજ્યોમાં કોલસાનું સંકટ: અહેવાલો અનુસાર, 10 રાજ્યો કોલસા સંકટનો સામનો કરી રહ્યા છે.આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, ઝારખંડ, હરિયાણા, રાજસ્થાન અને તેલંગાણાનો સમાવેશ થાય છે.આ 10 રાજ્યોમાંથી, 4 રાજ્યો એવા છે જ્યાં વીજળીની માંગ વધારે છે, પરંતુ તેની સરખામણીમાં તેટલો વીજ પુરવઠો નથી.આ ચાર રાજ્યોમાં ઝારખંડ, બિહાર, હરિયાણા અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. બીજી તરફ ઉત્તર પ્રદેશની વીજળીની માંગ 21-22 હજાર મેગાવોટ છે પરંતુ અહીં માત્ર 19-20 મેગાવોટ જ સપ્લાય કરવામાં આવી રહી છે.
સરકાર નું નિવેદન: આ મામલે સરકારનું કહેવું છે કે હાલ પરિસ્થિતિ કાબૂમાં છે અને પરિસ્થિતિનો સામનો કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.સરકારે કહ્યું છે કે ઉત્તર પ્રદેશ અને પંજાબમાં કોલસાની અછત નથી, પરંતુ રાજસ્થાન, તમિલનાડુમાં કોલસાની અછત છે.કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે.સિંઘના જણાવ્યા અનુસાર કેટલાક રાજ્યોમાં કોલસાની અછત છે પરંતુ કેટલાકમાં નથી.આ ઘટના પાછળ કેટલાક મહત્વપૂર્ણ સંજોગો જવાબદાર છે. તેમણે કહ્યું કે તમિલનાડુમાં અછતનું કારણ એ છે કે ત્યાંના ઘણા પાવર પ્લાન્ટ આયાતી કોલસા પર નિર્ભર છે.પરંતુ આજે આયાતી કોલસાની કિંમત વધીને 140 ડોલર પ્રતિ ટન થઈ ગઈ છે.
ફક્ત નવ દિવસ ચાલે તેટલો કોલ્સો રહ્યો છે: આંધ્રપ્રદેશમાં ફક્ત નવ દિવસ ચાલે તેટલો જ કોલસો રહ્યો છે. તેમજ આંધ્રપ્રદેશમાં બીજા રાજ્યમાંથી માગણી કરવામાં આવી રહી છે.ભારતીય રેલવે દ્વારા તેમને કોલસો પુરો પાડવામાં આવી રહ્યો છે.