ભારતમાં ભૂકંપનો આંચકો જોવા મળ્યો, ભૂકંપની તીવ્રતા પણ વધારે જોવા મળી…

આજે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપ નો અહેસાસ થયો હતો. આ ભૂકંપ સવારે પાંચ વાગ્યે 35 મિનિટે જોવા મળ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 5.3 ની હતી. ભૂકંપનું મુખ્ય કેન્દ્ર તાજિકિસ્તાન 117 કિલોમીટર ઊંડાણ માં આવેલ છે. ભૂકંપ આવતા લોકો પોતાના ઘરથી બહાર નીકળી ગયા હતા પરંતુ મોટાભાગના લોકો તે સમયે સૂઈ રહ્યા હતા એટલે આ વાતની તેમને હજુ સુધી જાણ પણ ન હોય.


એક મહિના પહેલા લદ્દાખ અને ઇન્ડોનેશિયામાં પણ ભૂકંપ આવ્યો હતો.

24 એપ્રિલ કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખ માં ભૂકંપનો આંચકો જોવા મળ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આ ભૂકંપની તીવ્રતા ૪.૨ હતી. જ્યારે ૧૯ એપ્રિલ ઇન્ડોનેશિયામાં ભૂકંપની તીવ્રતા 6.0 હતી. તેમજ આ ભૂકંપ નું મુખ્ય બિંદુ 780 કિલોમીટર દૂર હતું.

 

વૈજ્ઞાનિકો દ્વારા આજ સુધીના ઈતિહાસમાં સૌથી ખતરનાક ભૂકંપ વિશે શોધ ચાલુ હતી. ચીલી યુનિવર્સિટીના પ્રોફેસર નું જાણવું છે કે 3800 વર્ષ પહેલા સૌથી ખતરનાક ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 9.5 ની હતી. તે સમયે દરિયામાં પણ ખૂબ જ સુનામી જોવા મળી હતી.

 

2001 માં કચ્છમાં ભૂકંપ આવ્યો હતો જેના કારણે ઘણા લોકો બેઘર બન્યા હતા. ત્યારબાદ સરકારે તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેટલાક ઘર બનાવી આપ્યા છે. અને આ ભૂકંપ માં કચ્છના લોકોને ખૂબ જ નુકસાન થયું હતું.


ભૂકંપ ની તીવ્રતા

2 ની તીવ્રતા: આ તીવ્રતા ખૂબ જ ઓછી છે. અને આ તીવ્રતા ના દુનિયામાં દરરોજ 8000 ભૂકંપ આવે છે.

 

2 થી 2.9 ની તીવ્રતા: આને કેટેગરીમાં રાખવામાં આવ્યું છે અને દુનિયામાં આ તીવ્રતા ના ૧૦૦૦ જેટલા ભૂકંપ દરરોજ આવે છે.

 

3 થી 3.9 ની તીવ્રતા: આ ભૂકંપ ખૂબ જ નુકસાનકારક હોય છે અને દરેક લોકોને મહેસૂસ થાય છે.

 

4 થી 4.9 ની તીવ્રતા: આ સૌથી ખતરનાક ભૂકંપ માનવામાં આવે છે. એક વર્ષમાં છ હજારથી પણ વધુ સમય આ ભૂકંપ દુનિયાભરમાં જોવા મળે છે. આ ભૂકંપની તીવ્રતા ખૂબ જ વધુ હોય છે અને દરેક વસ્તુ હલવા લાગે છે.

Leave a Comment