ભાજપ માટે 2017ની રાષ્ટ્રપતિ ચુંટણી કરતાં આ ચુંટણી મુશ્કેલ છે શા માટે? જાણો…

કેન્દ્રની મોદી સરકારને દબાવમાં લાવવા માટે યૂપીમાં ભાજપને હરાવવાની રણનીતિમાં વિપક્ષ નિષ્ફળ રહ્યો. યૂપી જ નહીં ભાજપે ચાર રાજ્યોમાં સત્તામાં રહેવાનો રેકોર્ડ બનાવ્યો. પરંતુ વિપક્ષની આશા હજુ પણ બંધાયેલી છે. 2024ની લોકસભા ચુંટણી પહેલા વિપક્ષ રાષ્ટ્રપતિની ચુંટણી માટે તૈયારી કરી રહ્યો છે. ભાજપ માટે 2017ની રાષ્ટ્રપતિ ચુંટણી કરતાં આ ચુંટણી મુશ્કેલ છે.

 

24 જુલાઈ પહેલા દેશના નવા રાષ્ટ્રપતિની ચુંટણી થવાની છે. કારણ કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ જુલાઈમાં પુર્ણ થવાનો છે. દેશમાં રાષ્ટ્રપતિની ચુંટણી અપ્રત્યક્ષ મતદાન હેઠળ થાય છે. જેમાં નિર્વાચન મંડળ આગામી રાષ્ટ્રપતિ નક્કી કરે છે. રાષ્ટ્રપતિ ચુંટણીમાં નિર્વાચન મંડળ સંસદના બંને સાંસદો અને રાજ્ય વિધાનસભાઓના વિધાયક મળીને બને છે. એક સાંસદના મતનું મૂલ્ય એમએલએથી વધારે હોય છે. દરેક એમપીના મતની વેલ્યૂ 708 હોય છે. જ્યારે વિધાયકોના મતનું મૂલ્ય તે રાજ્યની આબાદીના આધાર પર નક્કી થાય છે. એટલે કે ઉત્તરપ્રદેશના નવનિર્વાચિત વિધાયકોનું પલડુ ભારે છે.

 

2017માં જ્યારે એનડીએના ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પસંદ કરવામાં આવ્યા હતા તો 21 રાજ્યોમાં એનડીએની સરકાર હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને 65.65 ટકા મત મળ્યા હતા. જ્યારે વિપક્ષના ઉમેદવાર મીરા કુમારને 34.35 ટકા મત જ મળ્યા હતા. પરંતુ 2022ની રાષ્ટ્રપતિ ચુંટણીમાં ભાજપ સંસદમાં વધારે મજબૂત છે. વિપક્ષની સરકાર 17 રાજયોમાં જ છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડ રાજ્યો તેના હાથમાંથી નીકળી ગયા છે. શિવસેના, ટીડીપી અને અકાલી દળ પણ એનડીએથી બહાર છે. જેડીયૂ ભાજપ સાથે છે પરંતુ નીતિશ કુમારની પાર્ટી આરજેડીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું જ સમર્થન કર્યું હતું.

 

આ વખતે રાષ્ટ્રપતિની ચુંટણીનું મૂલ્ય 10.9 લાખ હશે. જેમાં લોકસભાના 539 સાંસદો પ્રત્યેક સાંસદના મતનું મૂલ્ય 773 હશે. આ પ્રમાણે જોવામાં આવે તો આ આંકડો 5,47,284 હશે. પરંતુ પાંચ વર્ષોમાં રાજ્યોમાં નુકસાનના કારણે સાંસદો અને વિધાયકોના મતના મૂલ્યની સરખામણીમાં ભાજપની એનડીએ પાસે કુલ 48.9 ટકા નિર્વાચન મંડળ છે. બધી વિપક્ષ પાર્ટી એક થઈ જાય તો નિર્વાચન મંડળનો ગ્રાફ 51.1 ટકા થાય છે. એટલે કે એનડીએ કરતાં 2.2 ટકા ઓછું.

 

વિપક્ષના ગણિત અને કેમેસ્ટ્રી પર નજર કરી તો સાંસદો અને વિધાયકોને મળીને તેના સહયોગી એટલે કે શિવસેના, મુસ્લિમ લીગ, રાજદ, ડીએમકે, એનસીપી અને ઝારખંડ મુક્તિ મોરચા પાસે 2,38,868 અથવા તો 21.9 ટકા મત છે. વિપક્ષની બીજી શ્રેણીમાં ટીએમસી, આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટી છે જેની પાસે 19.7 ટકા મત છે.

 

વિપક્ષની અન્ય એક શ્રેણી પણ છે. જે પોત પોતાના ક્ષેત્રીય રાજનીતિની કારણે કોંગ્રેસથી દૂર રહે છે અને ભાજપનો રાજ્યસભામાં બેડોપાર કરે છે. આ પાર્ટીઓ ઓડિશાની બીજેડી આંધ્ર પ્રદેશની વાઈએસઆરસીપી અને તેલંગણાની ટીઆરએસ છે. તેમની પાસે પણ 9.5 ટકા મત છે. ભાજપ પાસે પોતાના રાષ્ટ્રપતિને બેસાડવા માટે વિપક્ષછી 2.2 ટકા મત ઓછા છે. તેમાંથી એકલા વાઈએસઆરસીપી પાસે 4 ટકા, બીજેડી પાસે 2.9 ટકા અને ટીઆરએસ પાસે 2.2 ટકા મત છે.

 

આ ત્રણ વિપક્ષી દળમાં હાલ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ સાથે ભાજપનું ગણિત ખરાબ છે. જો કે ભાજપના સૂત્રોનું કહેવું છે કે વિપક્ષ શ્રેણીના બધા જ મત તેના હકમાં આવશે અને તે 58 ટકા નિર્વાચન મંડળનો જુગાડ કરી લેશે. એટલે કે ચુંટણી મોદીની આગેવાની વાળી સત્તાધારી પક્ષ માટે એકતરફી નહીં હોય. આવનારા દિવસોમાં આ દળ કેન્દ્ર સાથે તોલમોલ પણ વધારી દેશે. રાજ્યસભાની 52 બેઠકો પર પણ ચુંટણી થવાી છે. યૂપીમાં ખાલી થઈ રહેલી 11 બેઠકમાંથી ભાજપ પાસે 5 બેઠક છે પરંતુ તેની સંખ્યામાં 2-3 નો વધારો થશે. પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ, તમિલનાડુ અને ઝારખંડ તેમના માટે પડકાર છ.

Leave a Comment