ચારણ કુળના માતાજી અને મઢડા ગામમાં સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજીએ દેહ છોડ્યાનાં સમાચારે માત્ર સૌરાષ્ટ્ર જ નહિ સમગ્ર ગુજરાત અને વિશ્વમાં વસતો ચારણ સમાજને હલાવીને રાખી દીધો છે.
93 વર્ષની વયે બનુઆઈ માતાજીએ દુનિયાને અલવિદા કહ્યું હતું .
સોનલ માતાજીના બહેન બનુઆઈ છેલ્લા ઘણા સમયથી બીમાર રહેતા હતા. બનુઆઇ માતાજીને મંગળવારે મઢડા મંદિરમાં માતાજીને સમાધી આપવામાં આવશે.
મઢડાવાળી સોનલ માતાજીનું ધામ જૂનાગઢથી માત્ર 30 કિલો મીટર દુર આવેલ છે એમ મઢડા ગામમાં આઈ સોનલ માતાજીનું મંદિર આવેલ છે.
700 માણસોની વસ્તી ધરાવતું આ ગામ કરોડો ભક્તો માટે અમૂલ્ય સ્થળ છે. દિવસ હોય કે રાત ઠંડી હોય કે ગરમી અને વરસાદમાં પણ ભક્તો મંદિરે આઈના દર્શન માટે ઉમટી પડે છે.
આઈ સોનલ માતાજીના દર્શન માટે દેશ પરદેશથી ભક્તો આવે છે. માતાજીએ એક સામાન્ય મનુષ્યની જેમ જ જન્મ લીધો અને સંસારમાં અનેક લોકોની સેવા કરી સાચી રાહ બતાવી હતિ.
સોનલધામ મઢડા ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી ભૂખ્યાને ભોજન આપવામાં આવે છે. એટલે કે સદાવ્રત ચલાવાય છે. અહીં આવેલ કોઇપણ વ્યક્તિ ભુખ્યું જતું નથી.
સવાર સાંજ આ મંદિરમાં આરતી થાય છે અને બહોળી સંખ્યામાં ભક્તો હાજર રહીને આરતીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.