સાધનાબેન જણાવે છે કે, ‘ મારા ઘરમાં એક બગીચો છે. જેને વેસ્ટ વસ્તુઓ દ્વારા મેં સજાવ્યો છે. બગીચામાં પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ, વેસ્ટ કપડા અને જુના ટાયર માંથી બનાવેલ 300થી વધુ કુંડાઓ છે.
હું કચરાને નાખી દેતી નથી. પરંતુ એને ફરીથી કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય એના વિશે વિચારું છું. જ્યાંથી મારા મિત્રોને એની જાણ થઈ ત્યારથી, તેઓ મારા બગીચા માટે પ્લાસ્ટિકની નકામી બોટલો આપી જાય છે.
પ્લાસ્ટિકની બોટલો ને ચિત્રકામ કરીને અને કલર કામ કરીને મેં સજાવી છે. મને ગાર્ડન અને ઇન્ટિરિયર નો ખૂબજ શોખ હતો. માટે જ છેલ્લા એક વરસથી હું મારા ઘરમાં ફૂલ છોડ ઉછેરી રહી છું. ‘
સાધનાબેન 61 વર્ષના છે અને તેઓ સવારે પાંચ વાગ્યે ઊઠી જાય છે. તેઓ બે કલાક સુધી બગીચાની માવજત કરે છે. બિનજરૂરી વસ્તુઓનો ઉપયોગ કરીને તેમને 300 જેટલા કુંડા તૈયાર કર્યા છે. જેમાં તેમણે વિવિધ પ્રકારના ફૂલ છોડ રોપ્યા છે.
એમના ગાર્ડનમાં દેશી-વિદેશી એમ 50 જાતના અલગ-અલગ પ્રકારના ફુલછોડ છે. એટલું જ નહીં પરંતુ કિચનના વેસ્ટ કચરામાંથી પણ તે ઓર્ગેનિક ખાતર બનાવીને તેનો ઉપયોગ કરે છે.
વધુ જણાવતાં સાધનાબેન એ કહ્યું હતું કે, હું બધા ફુલછોડ ખૂબ ધ્યાન રાખું છુ. પ્રકૃતિ સાથે સમય પસાર કરવાથી મને આનંદ મળે છે. મારા ઘરના સ્વચ્છ બગીચા ને કારણે ઘરનું વાતાવરણ પણ પોઝિટિવ રહે છે.
ફૂલો ની મુલાકાત લેવા આવતા પતંગિયા ઘરની પણ મુલાકાત લે છે. જેનાથી મનને આનંદિત થઈ જાય છે.
બહુ બગીચામાં પોપટ,કાબર,ચકલી અને મોર જેવા પક્ષીઓ પણ આવે છે. હું સવારનો ચા-નાસ્તો મારા બગીચામાં જ કરું છું. બગીચામાં બેસવા માટેના ના ખાટલા બનાવ્યા છે.
મારા દીકરાના મિત્રો પણ આ બગીચામાં જ બેસે છે. મારી બંને દિકરીઓ વિદેશમાં રહે છે. એમને મળવા જવું હોય તો પણ હું મારા બગીચાના કારણે જતી નથી.
મારા બગીચાનો કોઈપણ છોડ સુકાઈ ન જાય એટલા માટે હું બહાર જવાનું ટાળું છું. ઉનાળામાં વધુ પડતી ગરમીના કારણે ચાંદનીનો છોડ સુકાઈ ગયો હતો. જેના કારણે મને ખૂબ દુઃખ થયું હતું.
જો અચાનક મારે બહાર જવાનું થાય તો મારા દીકરાને હું બગીચાની સાર – સંભાળ રાખવા માટે કહું છું. મારા બગીચામાં તમે માળી રાખ્યો નથી. કારણ કે, માળી ફક્ત પાણી પીવડાવીને જતો રહે છે.
પરંતુ અમુક છોડ એવા હોય છે. જેને માત્ર પંદર દિવસે એક વખત પાણી આપવાનું હોય છે, તો ઘણા છોડ એવા હોય છે જેને અઠવાડિયામાં ફક્ત એક વખત પાણી આપવાનું હોય છે. જેની જાણ ફક્ત મને છે.
મારા બગીચાની સાર – સંભાળ મારાથી વધુ કોઈ બીજું નહીં લે. એ વાતની મને જાણ છે. મારો બગીચો જોઈને મારા મિત્રોએ પણ એમના ઘરમાં છોડ રાખવાનું શરૂ કર્યું છે. જે વાત તો મને ખૂબ આનંદ છે.