તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ‘બબીતા જી’ એ નવો બિઝનેસ શરૂ કર્યો છે. બબીતા જીનો રોલ કરી રહેલી મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાના બિઝનેસ વિશે જણાવ્યું છે.
મુનમુન હવે માત્ર અભિનેત્રી અને બ્લોગર જ નથી પરંતુ તે એક બિઝનેસવુમન બનવા માગે છે. આપણા સૌની પ્રિય બબીતા જી હવે ફૂડ બિઝનેસમાં પગ મુકવા જઈ રહી છે.
મુનમુન દત્તા હંમેશાથી ખાણી-પીણીની શોખીન રહી છે, હવે તેણે આ શોખને પોતાના પ્રોફેશન તરીકે ઢાળવાની તૈયારી શરૂ કરી દીધી છે.
તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને અભિનેત્રીએ જણાવ્યું છે કે તેની સાથે બિઝનેસમાં તેનો એક ભાગીદાર પણ છે.
મુનમુન દત્તાએ જણાવ્યું કે, તે તેના રાખી ભાઈ અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના માલિક કેયુર શેઠ સાથે કામ શરૂ કરવા જઈ રહી છે. પોતાના ફૂડ બિઝનેસ વિશે વાત કરતા મુનમુન દત્તાએ વીડિયોમાં કહ્યું છે કે, તે ક્લાઉડ કિચન હશે. જે ફૂડ એપ્સ પર ઉપલબ્ધ હશે.
પ્રિયંકા ચોપરાએ વર્ષ 2021માં ન્યૂયોર્કમાં પોતાની રેસ્ટોરન્ટ ખોલી છે. પ્રિયંકાની રેસ્ટોરન્ટનું નામ સોના છે જ્યાં ભારતીય ભોજન મળે છે. પ્રિયંકા પોતે પણ તેની રેસ્ટોરન્ટમાં પાણીપુરી ખાતા જોવા મળી છે.
સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલે પણ ખાણીપીણીના બિઝનેસમાંથી ઘણી કમાણી કરે છે. સિંગર પાસે દુબઈ, કુવૈત અને બર્મિંગહામમાં વાફી મોલ રેસ્ટોરન્ટ નામની લક્ઝરી રેસ્ટોરન્ટ છે.
સિંગર ક્યારેક તેનો જન્મદિવસ ઉજવવા તેની રેસ્ટોરન્ટમાં જાય છે. તેમની રેસ્ટોરન્ટમાં ભારતીય ભોજન ઉપલબ્ધ છે. હોલીવુડ એક્ટર ટોપ ક્રુઝ પણ આશાની રેસ્ટોરન્ટમાં ગયો છે.
શિલ્પા શેટ્ટી રેસ્ટોરન્ટ, સ્પા અને બારનો બિઝનેસ કરે છે. આ સાથે જ શિલ્પાએ થોડા મહિના પહેલા મુંબઈના વર્લી વિસ્તારમાં બાસ્ટિયન ચેઈન નામની નવી રેસ્ટોરન્ટ શરૂ કરી છે. આ હોસ્પિટાલિટી બિઝનેસમાંથી શિલ્પા કરોડોની કમાણી કરે છે.