ધૈર્યરાજસિંહ નું નામ તમે હમણાં ના દિવસો માં ખુબ સાંભળ્યું હશે, ધૈર્યરાજસિંહ નો જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરામાં ૩ મહિના પહેલા જ થયો છે, ધૈર્યરાજસિંહ ના પિતા રાજદીપસિંહ રાઠોડ મૂળ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનસર ગામના રહેવાસી છે. પુત્ર ના જન્મ ના ૩ મહિના બાદ પિતાને બાળકમાં શારીરિક ખામી હોવાની શંકા થઇ હતી, તેથી તે ધૈર્યરાજસિંહ ને પહેલા ગોધરા ખાતે સારવાર માટે બાળરોગના તબીબ પાસે લઈ ગયા હતા. ત્યાં આ બાળકની જરૂરી તપાસ કાર્ય બાદ જાણવા મળ્યું કે ૩ મહિનાના ધૈર્યરાજને SMS-1 નામની બીમારી છે.
ત્યાંથી ધૈર્યરાજસિંહ ને વધુ તપાસ માટે અમદાવાદની રોયલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાઈલ્ડ ન્યુરોસાયન્સ નામની તબીબી સંસ્થામાં મોકલવામાં આવ્યો હતો, ત્યાં આ બાળકની જરૂરી તપાસ કાર્ય બાદ જાણવા મળ્યું કે ૩ મહિનાના ધૈર્યરાજને SMS-1 નામની બીમારી છે. પરિવાર માં બાળકના આગમન થી દરેક લોકોમાં ખુશીઓનો પાર નથી રહેતો.
ધૈર્યારાજ ની બીમારી જેવો જ કેસ આવ્યો સામે છે, અયાંશ નામના બાળકને પણ ધૈર્યારાજ જેવી બીમારી છે, આયુષ ૧૧ મહિના થી પથારી વશ છે, તે પોતાના હાથ ને હલાવી શકે છે પરંતુ તે પોતાના પગને હલાવી શકતો નથી. કારણકે તે એસએમએસ વન નામની બીમારી થી પીડિત છે. આ બીમારી ૧૦ લાખ બાળકોમાંથી એક ને જ પ્રભાવિત કરે છે.
આ બાળક જન્મથી જ આ બીમારી નો શિકાર રહેલો છે. જો આ બાળકને 22 કરોડ રૂપિયાનું ઇન્જેક્શન આપવામાં આવે તો જ તે આ બીમારી થી મુક્ત થઇ શકે છે. પરંતુ તકલીફ એ વાત ની છે કે તેમના માતા પિતા પાસે આટલી મોટી રકમ નથી.
આયુષ નો ઈલાજ કરનારા ડો. ગુલાટી નું કહેવું છે કે ભારત માં આ બાળકની બીમારીનો કોઈ જ ઈલાજ નથી. અમેરિકામાં આ બીમારીનો ઉપચાર 2.૫ વર્ષ પહેલા શોધવામાં આવ્યો હતો. તેની સિવાય એક જિકે થેરાપીથી અયાંશ નું જીવન બચાવી શકાય છે.
પરંતુ આ સારવારની કિંમત ૧૬ કરોડ રૂપિયા છે. પરંતુ તેને વિદેશ માંથી આયાત કરવા માટે ૬ કરોડ રૂપિયાનો ટેક્સ લાગી શકે છે, કોઈ પણ મધ્યમ વર્ગના વ્યક્તિ માટે 22 કરોડનું ઇન્જેક્શન મંગાવવું સંભવ નથી. પરંતુ દરેક ની મદદથી અયાંશ ને બચાવી શકાય એમ, છે.
અત્યારે તો અયાંશ વેન્ટીલેટર પર નથી. તે આ સમયે દિલ્લી માં એ એમ સી થેરાપી થી સારવાર લઇ રહ્યો છે. પરંતુ જો તેને 22 કરોડ રૂપિયાનું ઇન્જેક્શન આપવામાં આવે તો તે આ બીમારી માંથી છુટકારો મેળવી શકે છે.