બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરની બહેને હાલમાં જ તેની તસ્વીર શેર કરી, આ તસવીરે લોકોને ચોંકાવી દીધા, જાણો શું છે આ તસ્વીરમાં

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરની બહેને હાલમાં જ તેની તસવીર શેર કરી છે, જેણે લોકોને ચોંકાવી દીધા છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે અંશુલા કપૂરે પોતાનું વજન ઘટાડ્યું છે અને તે ખૂબ જ સ્લિમ થઈ ગઈ છે.

આ ઝડપી દુનિયામાં હવે દરેક જણ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થઈ ગયા છે. દરેક વ્યક્તિ ફિટ રહેવા માટે હવે અલગ-અલગ વસ્તુઓ અપનાવી રહી છે. આવી સ્થિતિમાં લોકો સોશિયલ મીડિયા પર તેમના ટ્રાન્સફોમેશનની તસવીરો શેર કરતા રહે છે.

હાલમાં જ બોલિવૂડના જાણીતા એક્ટર અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરે તેની તસવીર શેર કરી છે, જેના પછી લોકો દંગ રહી ગયા છે. અંશુલા કપૂરે શેર કરેલી તસવીરમાં જોઈ શકાય છે કે તેણે કેટલાય કિલો વજન ઘટાડ્યું છે અને તે ખૂબ જ સ્લિમ થઈ ગઈ છે.

અંશુલા કપૂરે શેર કરેલી તસવીરમાં જોઈ શકાય છે કે તે પહેલા કરતા ઘણી પાતળી થઈ ગઈ છે. જો તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પહેલા અને હવેની તસવીર જોવામાં આવે તો તેમની વચ્ચે તફાવત જોવા મળે છે.

અંશુલા કપૂર પહેલા ખૂબ જ સુંદર દેખાતી હતી અને પોતાને બદલ્યા પછી પણ તે સુંદર દેખાઈ રહી છે.

 

આ તસવીર શેર કરતા અંશુલા કપૂરે કેપ્શનમાં લખ્યું, ‘તમારો મેકઅપ ઉતારો, તમારા વાળ ખુલ્લા છોડી દો, શ્વાસ લો, તમારી જાતને અરીસામાં જુઓ, શું તમે તમારી જાતને પસંદ નથી કરતા? કારણ કે હું તમને પસંદ કરુ છું.

અંશુલા કપૂરે પોતાની એક તસવીર શેર કરતાની સાથે જ કમેન્ટ સેક્શનમાં લોકોએ તેના વખાણ કરવા માંડ્યા. અંશુલા કપૂરનું આ ટ્રાન્સફોર્મેશન જોઈને કેટલાક લોકોને આશ્ચર્ય પણ થયું હતું.

અંશુલા કપૂરના આ ફોટો પર પ્રતિક્રિયા આપતા સંજય કપૂરે ‘વાહ’ લખ્યું અને કેટરિના કૈફે પણ કમેન્ટ કરી. તે જ સમયે, માહી વિજ, અક્ષય મારવા, નમ્રતા પુરોહિત અને પૂજા માખીજા સહિત ઘણા સેલેબ્સે તેની તસવીર પર કૉમેન્ટ કરી હતી.

Leave a Comment