શું તમને ખબર છે અલ્પા પટેલે કોની સાથે કર્યા લગ્ન? જુઓ આ છે લગ્નની તસવીરો..

ગુજરાતી જાણીતી ગાયિકા અલ્પા પટેલ ધામધૂમથી લગ્ન કરી લીધા છે. અલ્પા પટેલના લગ્ન એમના મંગેતર ઉદય ગજેરા સાથે થયા છે. અલ્પા પટેલના લગ્ન એમના મૂળ વતનમાં નાનામુંજીયાસર માં યોજાયા હતા.

મહેંદી લઈને રિસેપ્શન સુધી એમ સતત ત્રણ દિવસ સુધી જલસો ચાલ્યો હતો. જેમાં ગુજરાતની ઘણી બધી નામાંકિત વ્યક્તિઓ એ હાજરી પુરાવી હતી. જે અંગેની તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ હતી.

અલ્પા પટેલના મંગેતર ઉદય એટલે કે, ગજેરા વરરાજા ઘોડા પર બેસીને આવ્યા તો, દુલ્હન અલ્પા પટેલ એમનું સ્વાગત કર્યું હતું. જેના એમણે ફોટો પણ પડાવ્યા હતા. જાનના સ્વાગત માં ભવ્ય તૈયારીઓ કરાઇ હતી.

જેમાં જાનૈયાઓ ઢોલના તાલે ઝુમી ઉઠયા હતા, અને નોટોનો વરસાદ કરાયો હતો. અવસરે દુલ્હન અલ્પા પટેલ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. એમણે આછા ગુલાબી રંગના ચણિયા-ચોળી પહેર્યા હતા.

એના પહેલા પીઠી ની વિધિ કરવામાં આવી હતી. જેમાં પીળા રંગના ડ્રેસમાં પણ અલ્પા પટેલ ખૂબ સુંદર લાગતા હતા. સંબંધીઓ અને મિત્રો એ એમની સાથે આ અવસરે ફોટો પણ પડાવ્યા હતા. અલ્પા પટેલ ની મહેંદી ની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

જેમાં અલ્પા પટેલ મુકાયેલી આકર્ષક ડિઝાઇન મહેંદી જેમાં રાજા રાણી નું ચિત્ર દોરવામાં આવ્યું હતું. અલ્પા પટેલ ના લગ્નમાં અનેક ડાયરા કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં દેવાયત ખવડ સહિતના કલાકારોએ સ્ટેજ પરફોર્મન્સ આપીને લોકોને ડોલાવ્યાં હતા, મનોરંજન કર્યું હતું.

એ પહેલા અલ્પા પટેલ એ મંગેતર ઉદય ગજેરા સાથે અલગ-અલગ લોકેશન પર પ્રિ વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું. એમના પતિ ઉદય ગજેરા વિશે વધુ માહિતી મળી શકી નથી.

બંને ગયા નવેમ્બર મહીનામબસગાઈ કરી હતી. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં અપલોડ થઈ હતી.

હાલમાં ગુજરાતના જાણીતા એવા અલ્પા પટેલની જિંદગી ખૂબ જ સંઘર્ષમય રહી હતી. એક વર્ષની ઉંમરમાં એમને પિતાને ગુમાવ્યા હતા ત્યારબાદ ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું હતું. ભાઈ અને માતાએ મજૂરી કરીને અલ્પા પટેલ ને ખૂબ સહકાર આપ્યો હતો.

પહેલા પ્રોગ્રામમાં અલ્પા પટેલ ને માત્ર પચાસ રૂપિયા મળ્યા હતા. આજે અલ્પા પટેલ પર ડાયરામાં રૂપિયાનો વરસાદ કરાય છે. આજે ડાયરામાં સંતવાણીમાં 1 થી 1.25 લાખ જેટલી ફી લેતા અલ્પા પટેલ ની કેટલીક અજાણી વાતો અમે તમને જણાવીએ.

ગાયક અલ્પા પટેલ નો જન્મ 1989માં અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાના મૂંઝીયાસર ગામે થયો હતો. જ્યારે તેઓ એક વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું.

ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. જેના કારણે તેમની માતા અને ભાઈ એ મજૂરી કામ શરૂ કર્યું હતું. અલ્પા પટેલ નો ઉછેર સુરત એમના મામાના ઘરે થયો.

મામાને ઘરે રહીને જૂનાગઢ જિલ્લાની જુદી જુદી શાળાઓમાં 12 ધોરણ સુધીનો અભ્યાસ મળ્યા પછી એમણે પી.ટી.સી.નો અભ્યાસ કર્યો હતો

અલ્પા ને એમના નાનાજી દ્વારા વારસામાં સંગીત ના ગુણો મળ્યા છે. પોતાના ની સ્ટેજ પર ગાતાં જોઇને અલ્પાને પણ સંગીતના ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરણા મળી હતી, માટે ભાઈ અને માતા એમને સહકાર આપ્યો હતો.

જ્યારે તેઓ મામાના ઘરે રહેતા હતા ત્યારે અગાઉ 11 વર્ષની ઉંમરે તેમને પ્રથમવાર ગાવાની તક મળી હતી. ત્યારે સુરતમાં રહેતા હતા અને આ પ્રોગ્રામ કરવાના તેમને 50 રૂપિયા મળ્યા હતા.

અત્યંત સંઘર્ષના સમયે તેઓ સવારમાં લગ્ન ગીત અને સાંજે ડાયરો એમ બે શિફ્ટમાં કામ કરતા હતા. ત્યારબાદ અલ્પા પટેલ ના સૂર એવા રેલાયા કે તેઓ ગુજરાતભરમાં જાણીતા બની ગયા.

હાલના સમયમાં ડાયરા અને સંતવાણીના અલ્પા પટેલ 1 લાખ થી લઈને 1.25 લાખ રૂપિયા ફી વસુલે છે. ગુજરાતના અનેક શહેરો ઉપરાંત મુંબઇ જેવા શહેરમાં તેમણે સંખ્યાબંધ પ્રોગ્રામ કર્યા છે. અલ્પા પટેલના નામે સતત 10 કલાક સુધી ગાવાનો રેકોર્ડ છે.

Leave a Comment