કિશન ભરવાડ મર્ડર કેસ: ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામીએ આપ્યું પોતાનું નિવેદન; પદ્મશ્રી સ્વામી સચચિદાનંદજીએ કહ્યું મૌલાનાને ફાંસી આપવી જોઈએ…

ધંધુકામાં મર્ડર કેસમાં કિશન ભરવાડની હત્યા મામલે દેશ ભરમાં પડઘા પડી રહ્યા છે. ત્યારે આ મુદ્દે હવે ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામીએ પોતાનું નિવેદન આપ્યું છે.

ધંધુકામાં થયેલ કિશન ભરવાડની હત્યા મામલે ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામીએ કહ્યું હતું કે હિન્દુ યુવકની જે હત્યા કરવામાં આવી તેને સખ્ત શબ્દોમાં વખોડું છું.

હત્યાની કનેકશન પાકિસ્તાન સુધી નીકળ્યા છે તે ખુબજ દુઃખદ બાબત છે. હિંદુસ્તાનમાં રહેતા હિંદુ મુસ્લિમની એકતા તોડવા માટે પાકિસ્તાન પહેલેથી જ સક્રિય રહ્યું છે.

ધર્મ ગુરુ તરીકે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી કરી તાત્કાલિક નવો કાયદો બનાવી આવા લોકોને કડકમાં કડક સજા મળવી જોઈએ. ગૃહમંત્રી હર્ષ સંઘવીને એસપી સ્વામીએ અભિનંદન આપ્યા હતા.

ગઢડાના ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન સહીત સ્વામી સચ્ચિદ્દાનંદે નિવેદન આપ્યું છે. રાજ્યમાં ધંધૂકાના ભરવાડ યુવકની હત્યા બાદ વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનોનો ભારે ગુસ્સે છે.

આ ઘટનાને પગલે હિન્દુ ધર્મના સંતોના નિવેદન સામે આવી રહ્યા છે.

જેમાં ગઢડાના ગોપીનાથજી મંદિરના પુર્વ ચેરમેન એસપી સ્વામીએ મૌલવીઓની કથિત સંડોવણીને પગલે મૌલવીઓ માટે ફાંસીની સજાની માંગ ઉઠાવી છે.

આ સીવાય સ્વામી સચ્ચિદ્દાનંદે પણ મૌલવીઓ તરફ ઈશારો કરતાં જણાવ્યુ હતુ કે, મુસ્લીમોના યુવકોને ગેરમાર્ગે દોરતા લોકોની ધરપકડ કરવી જોઈએ.

Leave a Comment