અનુપમામાં ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ના કાર્તિક ની એન્ટ્રી, મોહસીન ખાનની જોડી બનશે કિંજલ સાથે !!

ટીવીની હિટ સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ થી ઘર-ઘરમાં જાણીતો બનેલો મોહસીન ખાન લાંબા સમયથી પડદાથી દૂર છે. ફેન્સ તેમના કાર્તિકને ખૂબ જ મિસ કરી રહ્યા છે. મોહસીન છેલ્લે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં જોવા મળ્યો હતો, ત્યારબાદ તે ડેઈલી શોથી દૂર છે.આ દરમિયાન, તે મ્યુઝિક વીડિયોમાં દેખાયો છે પરંતુ ચાહકો તેને ટીવી સ્ક્રીન પર જોવા માંગે છે અને હવે લાગે છે કે મોહસીન ખાન તેના ચાહકોની આ માંગને ટૂંક સમયમાં પૂર્ણ કરશે.મોહસીન ખાન ટીવીની હિટ સિરિયલ અનુપમા સાથે જોડાઈ શકે છે.મોહસીનની એક તસવીર સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે, જેને જોઈને મોહસીનના ફેન્સ ખુશ છે.

ટીવી સીરિયલમાં અનુપમાને લઈને ઘણા મીડિયા રિપોર્ટ્સ આવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે, સીરિયલમાં નવી એન્ટ્રી થશે, જેનાથી કિંજલની જિંદગી બદલાઈ જશે. એવો દાવો કરવામાં આવ્યો છે કે કિંજલના જીવનમાં એક નવી વ્યક્તિ આવશે. આ રિપોર્ટની વચ્ચે એક તસવીર પણ સામે આવી છે, જેમાં મોહસીન ખાનની સાથે અનુપમામાં કિંજલનો રોલ કરનારી નિધિ શાહ જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by SNEHA SAHA (@snehasaha___30__04_2001)

દાવો કરવામાં આવી રહ્યો છે કે અનુપમા સીરિયલમાં મોહસીન ખાનને નિધિ શાહની સામે કાસ્ટ કરી શકાય છે. જો કે હજુ સુધી કોઇ વાતની પુષ્ટિ થઇ નથી. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે મોહસિન ખાન નવો ડોલી સાબુ લઈને પણ આવી શકે છે અથવા તો બંનેનો મ્યૂઝિક વીડિયો પણ આવી શકે છે. પરંતુ એક સમાચારે મોહસિનના ચાહકોને ખુશ કરી દીધા છે અને હવે દરેક વ્યક્તિ સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.

મોહસીન ખાને ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં લાંબા સમય સુધી કામ કર્યું, પરંતુ જ્યારે આ સિરિયલમાં તેનું પાત્ર ખતમ થઈ ગયું ત્યારે તે મ્યુઝિક વીડિયોમાં દેખાવા લાગ્યો.મોહસીન ખાન તુ આશિકી અને ધીરે ધીરે તુમસે પ્યાર હો ગયા જેવા મ્યુઝિક વીડિયોમાં દેખાયો છે.

 

 

Leave a Comment