કાળઝાર ગરમીનો અનુભવ તો તમને પણ થઈ જ રહ્યો હશે. જો કે ગરમી છે જ એટલી બધી કે વાત ના પૂછો. બહાર પવન પણ છે તો તે પણ ગરમાગરમ. આવી ગરમીમાં બહાર કામ માટે ફરવું એ ઘણું આકરું થઈ રહે છે. ગમે એવી ગરમી હોય તો પણ તમે એવું તો નહીં જ ઈચ્છો કે આવામાં વરસાદ આવી જાય. આવી સિઝનમાં વરસાદ આવવો એટલે કે આ સિઝનમાં વરસાદ આવે તો શું નુકશાન થઈ શકે એ આપણે બધા જાણીએ જ છીએ.
પણ કુદરત સામે આપણું કશું ચાલતું નથી. આઈ જ પરિસ્થિતિ ઊભી થઈ છે આપણાં રાજ્યના અમુક જિલ્લાના વિસ્તારમાં. ઘણી જગ્યાએ વરસાદ વરસ્યો છે. તમને જણાવી દઈએ કે હમણાં આપણાં રાજ્યના ઘણા એરિયામાં યલો એલર્ટ આપી છે અને આમ હોવા છતાં વરસાદ આવવો એ ઘણું નવાઈ જેવુ લાગે છે. જેવો તેવો વરસાદ નહીં પણ રસ્તાઓ પર વહી શકે એટલું પાણી વરસાદના લીધે ફેલાયું હતું.
ખાંભા, સાવરકુંડલા અને રાજુલામાં વરસાદ વરસ્યો છે. તમને જણાવી દઈએ કે ખાંભા વિસ્તારમાં તો ઘણી જગ્યાએ બરફના ગાંગડા પણ પડ્યા હતા. જેના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર તમને જોવા મળશે. આવી ગરમીમાં વરસાદથી થોડી ઠંડક તો થઈ જ છે પણ આવી પરિસ્થિતિમાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
તમને જાણીને નવાઈ લાગશે કે અમરેલીમાં આજે બપોર સુધી લોકોને 40 ડિગ્રી ગરમીનો સામનો કરવો પડ્યો હતો. પણ પછી અચાનક બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક જ જોરદાર પવન સાથે વરસાદ પણ વરસ્યો હતો. વરસાદના આવવાથી રસ્તા પર પાણીના વહેણ વહેતા જોવા મળ્યા હતા. આ સમય દરમિયાન વાવાઝોડા જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી.
સાવરકુંડલાના ગામડાઓમાં ઘણી જગ્યાએ મકાનના નળિયા પણ ઊડી ગયા હતા. આ સાથે જોરદાર પવનને લીધે રાજુલામાં પણ ખૂબ વરસાદ જોવા મળ્યો હતો. અચાનક વરસાદ આવવાથી લોકોને થોડી તો રાહત થઈ છે પણ હવે જોવું રહેશે કે આ વરસાદ ખેડૂતને કેટલું નુકશાન પહોંચાડે છે. વધુ સમાચાર માટે જોડાયેલ રહો અમારી સાથે.