અમરેલી પંથકમા તાપમાનનાે પારો 42 ડિગ્રી પણ વટાવી, કાળઝાળ ગરમીને લીધે રસ્તાઓ સુમસામ, ગરમીથી બચવા લોકો કરી રહ્યા ઉપાયો…

અમરેલી પંથકમા થાેડા દિવસ પહેલા તાપમાનનાે પારો 42 ડિગ્રી પણ વટાવી ગયો હતો. હાલ હવામાન વિભાગ દ્વારા કરાયેલી હિટવેવની આગાહીમાં શહેરનુ તાપમાન 40.8 ડિગ્રીની આસપાસ રહ્યું હતુ. કાળઝાળ ગરમીને પગલે બપાેરે ગરમીના લીધે રસ્તાઓ સુમસામ હતા

ઉનાળો હવે જાણે લોકોને અસલી ગરમી બતાવી રહ્યો હાેય તેમ આકાશમાથી જાણે અગનવર્ષા થઇ રહી છે. પાછલા કેટલાક દિવસોથી ગરમી 40 ડિગ્રીને પાસે રેહતી હાેય આકરા તાપથી લોકો તોબા પોકારી ઉઠયાં છે.

આજે શહેરનુ મહતમ તાપમાન 40.8 ડિગ્રી હતુ. જયારે ન્યુનતમ તાપમાન 21.6 ડિગ્રી હતુ. તાે હવામા ભેજનુ પ્રમાણ 82 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 9.2 કિમીની આસપાસ રહી હતી.

બપાેરના સમયે આકાશમાથી અગનવર્ષા થતી હાેય અને લુ ફુંકાઇ રહી હાેય માર્ગાે પર લોકોની અવરજવર ઓછી જાેવા મળી રહી છે અને માર્ગાે સુમસામ બની જાય છે. આકરી ગરમીથી બચવા લાેકો અલગ અલગ પીણાંનું સેવન કરી રહ્યા છે.

Leave a Comment