બોલિવૂડના મશહૂર અભિનેતા અમિતાભ પર દીપિકાએ બધાની સામે મૂક્યો હતો ચોરીનો આરોપ, જાણો વિસ્તારમાં

દીપિકા પાદુકોણ આ સમયે બોલિવૂડની સૌથી મશહૂર અને મોંઘી અદાકારા માની એક છે. દીપિકા પાદુકોણ જે પણ ફિલ્મમાં હોય છે તેની સફળ થવાની સંભાવના ઘણી વધારે વધી જતી હોય છે. દીપિકાન માત્ર પોતાની ખૂબસૂરતી ના કારણે જ નહીં પરંતુ પોતાના સારા સેન્સ ઓફ હ્યુમર ના કારણે પણ ફેમસ છે. આ વાતને ઘણા મોકા પર નોટ કરવામાં આવી છે. દિપીકા પોતાના કો-સ્ટાર સિવાય ઇન્ડસ્ટ્રીના સીનિયર એક્ટર્સ ની સાથે પણ હસી મજાક કરવામાં પાછળ હટતી નથી.

આ વખતે પણ કંઇક એવું જ થયું છે. દીપિકા પદુકોણે આ વખતે કોઈ બીજાને નહીં પરંતુ બોલિવુડના મહાનાયક ની સાથે ખુબ જ મજેદાર મજાક કર્યો હતો. અમિતાભ બચ્ચનની સાથે તેમના આ મજાક નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં તેમણે અમિતાભ બચ્ચન પર ચોરીનો ઇલ્જામ લગાવ્યો છે. તમને જણાવી દઇએ કે આ વિડીયો અત્યારનો નથી પણ ઘણો જૂનો છે. અભિનેત્રી દીપિકા અને અમિતાભની ફિલ્મ પિકુ તો દરેક લોકોને યાદ જ હશે. આ ફિલ્મના પ્રમોશન માટે રાખવામાં આવેલા એક પ્રોગ્રામમાં દીપિકા અને અમિતાભ ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા.

આ ઇન્ટરવ્યુ દરમ્યાન દીપિકાએ અમિતાભ સાથે એવો મજાક કર્યો હતો કે તેને ઘણા સમય સુધી વિચારો પડ્યું હતું. મીડિયા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દીપિકાએ મહાનાયક અમિતાભની તરફ જોઈને મજાકમાં કહ્યું હતું કે તમે મારું ખાવાનો ચોરી લો છો. દીપિકાના આ મજાક નો જવાબ આપતા અમિતાભે પણ ખૂબ શાનદાર લહેકામાં જવાબ આપ્યો.

તેમણે કહ્યું કે અમે સામાન્ય લોકો છીએ જે એક દિવસમાં ત્રણ વખત ખાય છે. પરંતુ આ થોડીક અલગ જગ્યાએથી આવેલી છે, જે દરેક ત્રણ મિનિટ એ ખાવાનું ખાતી હોય છે. ત્યારબાદ બિગ બીએ દીપીકા નો મજાક ઉડાવતા કહ્યું હતું કે ઉભી થઈ જા જેટલું પણ ખાય છે તે જાય છે ક્યાં.

આ ફિલ્મની દરેક જગ્યાએ તારીફ કરવામાં આવી હતી. આ ફિલ્મ રિલીઝ ની સાથે જ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થતા 141 કરોડનો બિઝનેસ કર્યો હતો. હવે તમને આ બંને કલાકારો ની જોડી એકવાર ફરીથી જોવા મળી શકે છે, હોલીવુડ ની ફિલ્મ ધ ઇન્ટર્ન ની રિમેક ના માટે દીપિકા પદુકોણની સાથે અમિતાભ બચ્ચન એક વાર ફરીથી સ્ક્રીન પર જોવા મળી શકે છે.

તમને જણાવી દઈએ કે હાલમાં જ આ ફિલ્મની કોઈપણ રીતે આધિકારિક ઘોષણા કરવામાં આવી નથી. તેમજ ફિલ્મ ના સહ નિર્માતા સુનિલ ખેત્રપાલ ના નજીકના સૂત્રોથી જાણવા મળ્યું છે કે અમિતાભે આ ફિલ્મના માટે પોતાની રજામંદી આપી દીધી છે. હાલમાં અમિતાભ પોતાના સૌથી જૂના ટીવી શો કોન બનેગા કરોડ પતિની સાથે નાના પડદા પર પાછા ફરવાની તૈયારી કરી રહ્યા છે.

Leave a Comment