રશિયા યુક્રેન યુદ્ધ: અમેરિકા યુક્રેનને મદદ માટે સેના મોકલી ને આવશે આગળ? આજે બિડેને કરી મોટી જાહેરાત…

યુએસ પ્રમુખ જો બિડેને રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે તેમના પ્રથમ ‘સ્ટેટ ઓફ ધ યુનિયન’ સંબોધનમાં યુક્રેન પર રશિયાના હુમલાની ટીકા કરી હતી.

જો બિડેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને સરમુખત્યાર ગણાવતા કહ્યું કે આપણા સમગ્ર ઇતિહાસમાં આપણે એ પાઠ શીખ્યા છીએ કે જ્યારે સરમુખત્યાર તેમની આક્રમકતાની કિંમત ચૂકવતા નથી ત્યારે તેઓ વધુ અરાજકતા ફેલાવવાનું શરૂ કરી દે છે.

આ દરમિયાન બિડનીએ રશિયા અને યુક્રેનને લઈને ઘણી મોટી જાહેરાતો કરી હતી.

રશિયા પર સખત આર્થિક પ્રતિબંધો. અમેરિકાએ તેની એરસ્પેસ રશિયન વિમાનો માટે બંધ કરી દીધી છે. અમેરિકા યુક્રેનને એક અબજ ડોલરની મદદ કરશે.

યુક્રેન યુદ્ધમાં અમેરિકા તેના સૈનિકો નહીં મોકલે. શિક્ષાત્મક પગલાં સાથે લેવાયેલું અમેરિકાનું આ પગલું રશિયાને નબળું પાડશે. અમેરિકા રશિયાના અલિગાર્ક્સના એપાર્ટમેન્ટ્સ, યાટ્સને જપ્ત કરવા માટે કામ કરી રહ્યું છે.

રાષ્ટ્રપતિ જો બિડેને તેમના ભાષણની શરૂઆત યુક્રેન સંકટના મુદ્દા સાથે કરી હતી. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું હોવાથી બિડેનની ઘોષણાઓનું મહત્વ વધી ગયું છે.

તેમણે ગૃહમાં હાજર સાંસદોને ઉભા થઈને યુક્રેનના લોકોની ભાવનાને સલામ કરવા કહ્યું. આ પછી તમામ સાંસદો ઉભા થઈ ગયા.

તેમણે કહ્યું, “અમેરિકા યુક્રેનની સાથે છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને અમારા સહયોગીઓ સામૂહિક તાકાત સાથે નાટો પ્રદેશના દરેક ઇંચની રક્ષા કરશે. યુક્રેનિયનો હિંમતથી લડી રહ્યા છે. પુતિનને યુદ્ધના મેદાનમાં ફાયદો થઈ શકે છે, પરંતુ તે લાંબા ગાળે કિંમત ચૂકવશે.’

Leave a Comment