અમદાવાદની ટીમ ના નામ જાહેર થયા પહેલા જ સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. જેના દ્વારા મળેલી માહિતી પ્રમાણે ટીમનું નામ પહેલા ‘ અમદાવાદ ટાઈટન્સ’ હોવાનું જાણવા મળ્યું હતું.
ત્યારબાદ આખા ગુજરાતને આવરી લેતા આ ટીમનું નામ ‘ ગુજરાત ટાઈટન્સ ‘ રાખવામાં આવ્યું છે. નોંધનીય છે કે ગુજરાત ટાઈટન્સ દ્વારા પોતાનું સોશિયલ મીડિયા અકાઉન્ટ પણ બનાવી કરી દેવામાં આવ્યુ છે. જેની પહેલી પોસ્ટમાં ‘શુભારંભ’ લખવામાં આવ્યું છે.
પહેલા અમદાવાદ ટાઈટન્સ નામની ચર્ચા હતી – અગાઉ મળેલી માહિતીમાં જાણવા મળ્યું હતું કે, ફ્રેન્ચાઇઝી ‘ અમદાવાદ ટાઈટન્સ ‘ તરીકે ઓળખાશે. જોકે આ નામને લઈને સોશિયલ મીડિયામાં ફ્રેન્ચાઇઝી ટ્રોલ પણ થઈ હતી.
ત્યારે ઘણા ચાહકોએ ટિમનું નામ બદલવાની અપીલ પણ કરી હતી. ક્યારે હવે ફ્રેન્ચાઇઝીએ ગુજરાતી વર્ગને આવરી લેતા ‘ ગુજરાત ટાઈટન્સ ‘ નામ જાહેર કર્યું છે.
અમદાવાદે પોતાની ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા પર પસંદગી ઉતારી છે. જ્યારે રાશિદ ખાન અને શુભમન ગિલ પણ ટીમના મુખ્ય ખેલાડી રહેશે.
જો કોચિંગ ની વાત કરવામાં આવે તો ટીમમાં આશિષ નેહરા અને ગેરી ક્સ્ટર્ન ને સામેલ કરવામાં આવ્યા છે.
22 અને 23 ફેબ્રુઆરીએ IPL 2022 ની હરાજી બેંગલૂર માં થવાની છે. જેમાં કુલ 10 ટીમ ભાગ લેશે. બીસીસીઆઈ દ્વારા 590 ખેલાડીને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
જેમના પર બેંગ્લોરમાં જનારી હરાજીમાં બોલી લગાવવામાં આવશે. આ વખતે અમદાવાદ અને લખનઉ એમ બે ટીમનો આઈપીએલમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ટીમનું નામ રાખવા પાછળનું કારણ – ટીમના પાર્ટનર સિદ્ધાર્થ પટેલે નામને વિશે સ્ટાર સ્પોર્ટ્સ ને જણાવ્યુ હતું કે, ‘ ગુજરાત ટાઈટન્સ ‘ નામને લઈને અમે ઘણું રિસર્ચ કર્યું છે. અમારો પ્રયત્ન હતો કે અમે ગુજરાતની ઇમેજને રજૂ કરી શકીએ.
હાર્દિક પંડ્યા ને રૂ. 15 કરોડ મળશે- IPL 2022 માટે અમદાવાદે 3 ખેલાડીઓને પોતાની ટીમમાં લઈ લીધા છે. espncricinfo ના રિપોર્ટ પ્રમાણે હાર્દિક પંડ્યા અને રાશિદ ખાન ને 15 કરોડ મળશે. જ્યારે શુભમન ગિલને અને સાત કરોડ મળશે.
CVC કેપિટલ દ્વારા અમદાવાદની ટીમ ખરીદાઈ – IPL માં અમદાવાદની ટીમ ને CVC ગ્રુપ દ્વારા 5625 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી છે.
ત્યારે આ ટીમ સામે સામે હવે વિવાદ સર્જાયો છે કારણકે, CVC ગ્રુપ દ્વારા કેટલીક બેટિંગ કંપનીઓમાં રોકાણ કરવામાં આવેલું છે. જો કે BCCI દ્વારા ગ્રીન સિગ્નલ આપી દેવામાં આવ્યું છે.
અમદાવાદ ટીમને લઈને ઉત્સુક છે હાર્દિક – હાર્દિક પંડ્યા એ અગાઉ જણાવ્યું હતું કે IPL ની ટીમ અમદાવાદમાં નવી શરૂઆત ને લઈને હું ખૂબ જ ઉત્સુક છું. મને ટીમ માં શામેલ કરવા બદલ અને કેપ્ટન તરીકે મારી પસંદગી કરવા માટે ટીમના માલિક નો અને મેનેજમેન્ટનો ખુબ જ આભારી છું.
શુભમન ગિલ અને રાશિદ ખાન બંને ખેલાડીઓ નું સ્વાગત કરું છું. આ બંનેનું પ્રદર્શન ખૂબ સારું છે. જે ટીમને પોઇન્ટ ટેબલમાં પણ રાખવામાં ખૂબ જ મદદ રૂપ થશે. મળીએ જલ્દી…..