અમદાવાદમાં ફરીથી હીટ એન્ડ રન: પુર ઝડપે આવતી કારે ત્રણ વાહનોને ટક્કર મારી અકસ્માત સર્જયો

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અમદાવાદના શેલાથી સામે આવ્યો છે.

અમદાવાદના શેલા વિસ્તારથી હીટ રનની ઘટના સામે આવી છે. શેલા વિસ્તારમાં એક કાર દ્વારા ત્રણ વાહનોને ટક્કર મારી અકસ્માત સર્જવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતના લીધે એક મહિલાને ઈજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, શેલાના આવિષ્કાર હોલ ચાર રસ્તા નજીક આ ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં એક મહિલાને ઇજા થઈ હતી છે. તેમ છતાં આ ઘટનામાં કોઈ અણબનાવ બન્યો નથી. ત્રણ વાહનોને ટક્કર મારી કાર ચાલક નાસી ગયો હતો. આ સમગ્ર મામલામાં બોપલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાને લઈને જાણકારી સામે આવી છે કે, શેલા ગામમાં આવિષ્કાર હોલ ચાર રસ્તા નજીક હેરિયર ગાડીના ચાલક દ્વારા ત્રણ ગાડીઓ સાથે અકસ્માત સર્જવામાં આવ્યો હતો. બે ગાડીઓને ભારે તો એક ગાડીને સામાન્ય નુકસાન પહોંચ્યું છે.

જ્યારે ગાડીની સ્પીડ 100 કિ.મી પ્રતિ કલાકની હોવાનો પ્રત્યદર્શીદ્વારા દાવો કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસ દ્વારા કારને શોધી કાઢવામાં આવી છે તેમ છતાં ચાલક નાસી ગયો હોવાનું સામે આવ્યું છે.

Leave a Comment