અમદાવાદમાં એક જ પરિવારના ચાર સભ્યોની લાશ મળી; તીક્ષ્ણ ઘા મારી ને મર્ડર કર્યું, 4 દિવસ પછી જાણ થઈ…

અમદાવાદના વિરાટનગરમાં એક જ પરિવારના ચાર સભ્યોની લાશ મળતા ખળભળાટ મચી ગયો છે . પ્રાથમિક ધોરણે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અંદાજે ચાર દિવસ પહેલા મર્ડર કર્યું હોવાની આશંકા છે.

મકાનમાં વાસ અવતી હોવાથી આડોશ પાડોશના લોકોએ પોલીસને જાણ કરી હતી. તો પોલીસે તાત્કાલિક આ મકાન ચેક કરતા મકાનના અલગ અલગ રૂમ માંથી અલગ અલગ એમ કુલ ચાર લાશો મળી આવી હતી. ત્યારે શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર તો આ કેસ અઘરો બની રહ્યો છે.

મૃતકોના નામ સોનલ મરાઠી , પ્રગતિ મરાઠી , ગણેશ મરાઠી , સુભદ્રા મરાઠી છે. જો પોલીસનું માનીએ તો ઘર કંકાસ અને સાસુ વહુ નો ઝગડો આ હત્યા પાછળ કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ હત્યાકાંડમાં એક સ્ત્રી સાથે તેની માતા અને દીકરા દીકરીની હત્યા કરાઈ છે. અને હત્યારો ફરાર થઈ ગયો છે.

તો ચારેય વ્યક્તિઓને તીક્ષ્ણ ઘા મારવામાં આવ્યા હતા જેનાથી તેઓ બેભાન થઈ ગયા હતા ત્યારબાદ બેભાન અવસ્થામાં તેમનું મર્ડર કર્યું હોવાની આશંકા છે.

Leave a Comment