અંબાલાલ પટેલ રાજ્યમાં ફરી એકવાર વરસાદ જ નહીં પરંતુ કરા પડવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરતા જણાવ્યું હતું.
આ 30 અને 1 જાન્યુઆરીએ હવામાનમાં ફેરફાર થશે અને વાદળો છવાયેલા રહેશે. સાથે 1 થી 3 ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની શક્યતા રહેલી છે.
આ કમોસમી વરસાદ એટલે ફક્ત માવઠું જ નહી. પરંતુ કરા પણ પડી શકે છે. એના પાછળનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે.
નોંધનીય વાત એ છે કે, વાતાવરણ આટલેથી અટકી નહીં, પરંતુ એનાથી આગળ વધીને તારીખ 10 થી 17 ફેબ્રુઆરી વચ્ચે હવામાનમાં ફરીથી ફેરફાર થશે.
ખેડૂતો માટે ચેતવણી : ફેબ્રુઆરીમાં ફક્ત ચાર-પાંચ દિવસ ને બાકાત કરતા ફરીથી બીજા જ અઠવાડિયામાં વાતાવરણમાં બદલાવ આવી શકે છે.
માટે ખેડૂતોએ પણ 1 થી 3 ફેબ્રુઆરી અને બીજા સપ્તાહમાં મધ્ય ભાગમાં ખેતરના પાકની વિશેષ કાળજી રાખવી પડશે. કમોસમી વરસાદના કારણે ખુલ્લી જગ્યામાં રહેલા પાક ની વ્યવસ્થા કરવી પડશે.
હવામાન વિભાગના પ્રમાણે બે દિવસમાં ઠંડીમાં ઘટાડો : રાજ્યના હવામાન વિભાગે ઠંડી ઓછી થવાના અણસાર આપ્યા છે. બે થી ત્રણ દિવસમાં ઠંડીમાં ઘટાડો થશે.
સાથે તાપમાનમાં 2 થી 4 ડિગ્રી ના વધારાના સંકેત પણ દર્શાવ્યા છે. પવનની દિશા બદલાવાના કારણે ઠંડીમાં થોડી રાહત મળી શકે છે.