જુઓ ગુજરાતના લોક ગાયક અલ્પાબેન પટેલના પ્રીવેડિંગનું ફોટો શૂટ; તેમને પતિ પરમેશ્વર સાથે મળીને લખ્યું આ સુવર્ણ ગીત…

લગ્ન એ આપણો સૌથી મોટો તહેવાર છે. આ તહેવારની ઉજવણીમાં કોઈ કસર છોડવામાં આવતી નથી. બીજા કોઈ પણ પ્રસંગ કરતાં લગ્ન પ્રસંગનું મહત્વ અદકેરું છે.

જેમના ઘરમાં લગ્ન પ્રસંગ આવે તેઓ નસીબદાર છે એવું મનાય છે. લગ્ન પ્રસંગે જે ખુશીનો માહોલ સર્જાય છે તે પરણનારા વર-કન્યાને તો જિંદગીભર યાદ રહે જ પણ તે લગ્નની વાતો લગ્ન પ્રસંગમાં સામેલ થતાં નાના-મોટા સૌની સ્મૃતિમાં પણ વર્ષોના વર્ષો સુધી જડાઈ રહે છે.

” ઢોલ ઢમૂક્યાને વર વહુના હાથ મળ્યા, જાણે ઈશ્વરને પાર્વતીના સાથ મળ્યા.” આ સંગીત સાંભળતાની સાથે જ લગ્નનો મંડપ આપણને યાદ આવી જાય છે.

કારણ કે હાલમાં લગ્નો માહોલ છવાઈ રહ્યો છે, ત્યારે અનેક યુવકો અને યુવતીઓ પોતાના જીવનસાથી સાથે એક નવી શરૂઆત કરવા જઇ રહ્યા છે, આ રૂડો પ્રસંગ એટલે લગ્ન!

લોકપ્રિય ગાયિકા અલ્પાબેન પટેલ ઉદય ગજેરા સાથે લગ્ન કરશે. ! આ શુભ અવસરની તેમના ચાહકો પણ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હશે. અલ્પાબેન પટેલ ને નવવધુના રૂપમાં જોવાની તમારી ઈચ્છા હશે.

હવે અલ્પાબેનનાં લગ્ન 17 ફેબ્રુઆરીનાં રોજ જ થશે. આ લગ્ન પણ ખૂબ જ યાદગાર હશે! આપણે સૌ કોઈ જાણીએ છે કે, 9 નવેમ્બરનાં રોજ ઉદય ગજેરા સાથે સગાઈ કરી હતી અને આ ખુશ ખબરી પોતાના ચાહકોને સોશિયલ મીડિયામાં દ્વારા આપી હતી.

હાલમાં લગ્નમાં પ્રિ વેડિંગ ફોટો શૂટ અને વિડીયોગીત નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ત્યારે અલ્પા બહેન પટેલ અને ઉદય ગજેરા એ ઉદયપુરમાં પ્રિવેડિંગ શૂટ કરાવેલ છે.

આ ગીતનું ડાયેકશન ગુજરાતી સિનેમાનાં સોંગ ડાયરેકટર પ્રણવ જેઠવા અને તેમની ટીમ જેપી ફોટોગ્રાફર દ્વારા કરવામાં આવ્યું છે. જેમા મ્યુઝીક હિંમાશુ ગઢવી અને હર્ષ પટેલે આપ્યુ જયારે મીક્સીંગ માટે રાકેશ દેસાઇએ કર્યું હતું.

અલ્પાબેન અને ઉદય ગજેરા આવી અનોખી રીત લગ્નનું પ્રિવેડિંગ કરાવ્યું એ ખૂબ જ ઉમદા છે.

Leave a Comment