અલ્પા પટેલ પર લોકોએ 500 રૂપિયાની નોટોનો વરસાદ કર્યો, થોડીવારમાં લાખો રૂપિયા ગૌસેવા માટે એકઠાં થઈ ગયા…

સૌરાષ્ટ્રની એટલે સંત, સુરા અને શૂરવીરની ભૂમિ. સૌરાષ્ટ્રની ધરતી દાતારોની ધરતી પણ કહેવાય છે. ગૌસેવાની વાત આવે ત્યારે સૌરાષ્ટ્ર ગૌસેવાના દાનમાં સૌપ્રથમ હોય છે. ગતરાત્રિના એટલે કે રામનવમીના રોજ રાજકોટના શાપર નજીક વાળધરીમાં ચાલતી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાતે આઠ વાગ્યે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકગાયક અલ્પા પટેલ પર લોકોએ 500 રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો. થોડી જ વારમાં લાખો રૂપિયા એકઠા થયા હતા.

શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં અલ્પા પટેલ અને સાથી કલાકારો દ્વારા સુંદર લોકગીતો રજૂ કરવામાં આવ્યા હતા . લોકડાયરાની અંદર લોકોએ મન મૂકીને આનંદ લીધો હતો. અલ્પા પટેલ પર લોકોએ 500ની નોટોનો વરસાદ કર્યો હતો.

 

500 રૂપિયાની નોટો ઉડતા જ થોડીવારમાં લાખો રૂપિયા ગૌસેવા માટે એકઠાં થઈ ગયા હતા. આ ડાયરામાં અલ્પા પટેલની સાથે એમના પતિ ઉદયભાઇ ગજેરા અને મહેન્દ્રભાઈ પટેલ પણ હાજર હતા.

 

સૌરાષ્ટ્રમાં લોકડાયરો અને સંતવાણીનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. હાલ ભાગવત સપ્તાહનું ઠેર ઠેર આયોજન ચાલી રહ્યું છે ત્યારે રાતે લોકડાયરા અને સંતવાણીના કાર્યક્રમ હોય છે . જેમાં લોકો કલાકારો પર વરસી રૂપિયાનો વરસાદ કરે છે.

Leave a Comment