છેલ્લા ઘણા વર્ષો થી Amazon prime, Disney Hotstar, Netflix આ બધા OTT નો ક્રેજ વધ્યો છે, અને જાણો તેમના subscription વિશે વિવિધ માહિતી….

Amazon prime ના subscription મૂલ્યમાં વધારો કરાયો છે. કંપની દ્વારા એમાં 50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા કસ્ટમરે 999 રૂપિયા ચૂકવવા પડતા હતા. એની જગ્યાએ હવે 1500 રૂપિયા ચૂકવવા પડશે.

એની સામે સારી વાત એ છે કે Netflix ના પ્લાન સસ્તા છે. જો આપણા દેશના OTT પ્લેટફોર્મ ની વાત કરીએ તો એમાં ડિઝની હોટસ્ટાર, નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ નું નામ સૌથી પહેલા આવે છે. એમાં દરેક પ્રકારના plans જોવા મળે છે આજે એ plans વિશે જણાવીએ અને સરખામણી પણ કરીએ.

Amazon subscription plan: Netflix ના પ્લાન સસ્તા છે તો બીજી તરફ Amazon prime ના પ્લાન્સ નો દર વધ્યો છે એમેઝોન પ્રાઇમ મહિનાનો plan 129 રૂપિયાનો હતો. જેને વધારીને 179 રૃપિયા કર્યો છે. એ જ રીતે ક્વોર્ટરલી પ્લાન વાત કરીએ તો 329 રૂ. નો હતો. જેને 459 રૂ. નો કરવામાં આવ્યો છે. જે વાર્ષિક subscription 999 રૂપિયા નું હતું. જેને 1499 રૂપિયાનો કરવામાં આવ્યો છે. Amazon prime ના પ્લાન્સ ભલે મોંઘા થયા પરંતુ સર્વિસમાં કોઈ વધારાનો ફાયદો મળશે નહીં.

Disney hotstar subscription : જો ડિઝની હોટસ્ટારના પ્લાનની વાત કરવામાં આવે તો એમાં ત્રણ પ્લાન છે. એક પ્લાનના એક વર્ષના 499 રૂપિયા છે, બીજા પ્લાનની કિંમત 899, ને ત્રીજો પ્લાન 1499 નો છે. આ બધા પ્લાન વાર્ષિક છે. આ બધા પ્લાનના લાભ અલગ અલગ છે. 499 ના બેઝિક પ્લાનમાં 1 મોબાઇલ ડીવાઈસ પર કન્ટેન જોઈ શકાશે. જ્યારે ટોપપ્લાનમાં ડિવાઇસ પર એકસાથે કન્ટેન્ટ જોઈ શકાશે.

Netflix subscription plan: Netflix subscription plan માં ઘટાડો કરવામાં આવ્યો છે. જે પ્લાન પહેલા 199 રૂપિયાથી શરૂ થતો હતો તે હવે 149 થી શરૂ થાય છે. બીજો plan 199 રૂપિયા નો છે પણ તેનાથી તમે ટી.વી. માં કન્ટેન જોઈ શકો, આ mobile only નથી. આ પ્લાન પહેલા 499 રૂપિયાનો હતો પરંતુ હવે તેનો રેટ ઘટાડી ને 199 રૂ. કરાયો છે. જ્યારે સ્ટાન્ડર્ડ netflix plan 649 નો હતો જેને ઘટાડીને 499 રેટ કરાયો. એમાં પણ નેટફ્લિક્સ નો સૌથી મોંઘો પ્લાન પ્રતિ મહિનાના 799 રૂપિયાનો હતો. જેને ઘટાડીને 649 રૂપિયા કરવામાં આવ્યો છે.

Leave a Comment