અંજલિ અરોરા ટ્યુશનમાં થી ગાપચી મારીને છોકરાઓ સાથે જતી, ભાઈએ રંગે હાથે પકડી, પાછી શું થયું આગળ જાણો…

મિત્રો કંગના રનૌત નો લોકઅપ શો ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે. અંજલી અરોડા ને પોતાની જીંદગીની ખુબ જ મોટી વાતનો ખુલાસો કર્યો છે. અંજલીએ કહ્યું કે તે જ્યારે તે સ્કૂલમાં હતી ત્યારે તેને આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી હતી. અંજલીએ કહ્યું કે જ્યારે સ્કૂલમાં હતી, ત્યારે ટ્યુશન બંક કરીને પોતાના મિત્રો સાથે મોજ મસ્તી કરતી હતી, તેના ભાઈ એ પકડી પાડી હતી.

 

અંજલીએ કહ્યું કે હું અને ભાઈ જોડે જ અભ્યાસ કરતા હતા. મારો ભાઈ હંમેશા મારા માટે ખૂબ જ ચિંતા કરતો હતો. જ્યારે હું 11 ધોરણમાં હતી ત્યારે એક કલાકમાં ટ્યુશનમાં થી ગાપચી મારીને મિત્રો સાથે એક કાફે ઉપર ગયા હતા જ્યાં ભાઈ મિત્રો એ જોઈને તેના ભાઇને કહી દીધું હતું. ત્યારે અંજલીનો ભાઈ ત્યાં આવીને દરેક ની સામે અંજલી ને થપ્પડ મારી દે છે.

 

ત્યારબાદ તેનો ભાઈ અંજલી ને ઘરે લઈ જાય છે અને ઘરે લઈને મમ્મી પપ્પાને કહી દે છે અને બહાર જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે. તેની એક્ઝામ ના દિવસે બહાર જવા દેવામાં ન આવી તે કારણે તેને ગુસ્સામાં ફિનાઇલ પીધું હતું. પરંતુ એક કલાક બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

 

અંજલી કહે છે કે ત્યાર બાદ તેની ખૂબ જ સંભાળ લેવામાં આવી હતી. અને ઘરના તમામ સભ્યો મને સારું રાખવા માંડ્યા હતા. તેમજ મમ્મી એ ભાઈને ખૂબ જ બોલી હતી. ત્યારબાદ કંગના કહે છે કે તમે જે પગલું ઉઠાવ્યું એકદમ ખરાબ હતું. ભગવાને તેમને બચાવી લીધા પણ કોઈ દિવસ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં.

Leave a Comment